સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગઢ શિરવાણીયા ગામ મા થોડા દિવસ પહેલા યુવક અને યુવતી દ્વારા ગાઢ પ્રેમ સંબંધના કારણે પ્રેમ લગ્ન કરી નાખવામાં આવ્યા હતા ત્યારે આ બાબતનો રાગ-દ્વેષ રાખી અને પ્રેમ લગ્ન કરનાર યુવકના 25થી વધુ પરિવારજનો ના સભ્યો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેમને ગામમાંથી બહાર કાઢવામાં આવ્યા હોવા ની જાણકારી આ ભોગ બનેલા પરિવારજનો દ્વારા આપવામાં આવી રહી છે ત્યારે પ્રેમ સંબંધના કારણે ગામમાં વસવાટ કરતા સમગ્ર પરિવાર ના ઘરોમાં આવારા તત્વો દ્વારા તોડફોડ પણ કરવામાં આવી હોવાનું પણ ગામ છોડી નીકળી ગયેલા લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
ત્યારે પ્રેમ લગ્ન કરનાર યુવકના પરિવારજનો ને ઢોર માર મારી અને ઘરોને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના કારણે અને ગામમાંથી બહાર હાંકી કાઢવામાં આવેલા હોવાના કારણે અને જો ગામમાં આ 25 લોકો માંથી કોઈપણ પ્રેમ લગ્ન કરનાર યુવક ના સભ્ય દેખાશે તો જાનથી મારી નાખવામાં આવશે તેવી ચીમકી આપનાર આવારા તત્વો ના કારણે હાલમાં સાયલા તાલુકાના ગઢ શિરવાણીયા ગામ ના 25 થી વધુ લોકો સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ જગ્યાઓ ઉપર વસવાટ કરી રહ્યા છે પોતાના સગા સંબંધીને ત્યાં આશરો લઇ અને વસવાટ કરી રહ્યા છે.જ્યારે ઉલ્લેખનીય છે કે આ બાબતની પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હોવા છતાં પણ પોલીસ દ્વારા આવા આવારા તત્વો સામે કોઈપણ જાતના અટકાયતી પગલાં ભરવામાં ન આવતા સુરેન્દ્રનગર પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા ને આ બાબતની લેખિત ફરિયાદ ગઢસીરવાણીયા ગામના 25 લોકો દ્વારા કરવામાં આવી છે અને ગામમાં પૂન: રીતે પોલીસ બંદોબસ્ત સાથે વસવાટ કરવા દેવામાં આવે તેવી માગણી પોલીસ સમક્ષ કરવામાં આવી છે.ત્યારે તે છતાં પણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ આ બાબતે કોઈપણ જાતના આવારા તત્વો સમક્ષ અટકાયતી પગલાં ના લેતા ગામ છોડીને ગયેલા 25 લોકો દ્વારા રેન્જ આઈજીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. અને રેન્જ આઇજી સમક્ષ માગણી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ગઢ શિરવાણીયા ગામ માં જે અમારા મકાન છે ત્યાં પોલીસ બંદોબસ્ત સાથે પ્રવેશ આપવામાં આવી અને આવારા તત્વો સમક્ષ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી આ 25 લોકો દ્વારા રાજકોટ રેન્જ આઇજી સમક્ષ કરવામાં આવી છે.