ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી
જુના સીટી પોલીસ સ્ટેશનમાં અચાનક આગ લાગતા અલગ અલગ ગુનામાં ડિટેઇન કરાયેલા 15 જેટલા વાહનો બળીને ખાખ બન્યા છે ત્યારે સોમવારે બપોરે ચાર વાગ્યાના અરસામાં અજરામર ટાવર ચોક વિસ્તારમાં ઘોડે સવારમાં આવેલ જુના પોલીસ સ્ટેશનમાં અચાનક આગ લાગી છે આ આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે હજુ સુધી કોઈ કારણ સામે આવ્યું નથી પરંતુ આગ લાગતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે.
ત્યારે આ આગ લાગવાના કારણે સુરેન્દ્રનગર સીટી પોલીસે અલગ અલગ ગુનામાં ડિટેઇન કરેલા 15 જેટલા વાહનો બળી ગયા છે જેમાં બાઈક તથા પિયાગો ટેમ્પો તથા ત્રણ જેટલી સિન્ટેક્સ તથા અન્ય પોલીસે મુદ્દામાલ જે જપ્ત કર્યો હોય તે સળગી ગયો છે. જોકે આ મામલે બાજુમાં જ ફાયર વિભાગ આવેલો હોવાના કારણે ફાયર વિભાગને તાત્કાલિક ધોરણે જાણ થતા ફાયર બ્રિગેડ સીટી પોલીસ સ્ટેશનમાં જય અને પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં મેળવી હતી.
ત્યારે અન્ય 100 થી વધુ વાહનો સમય સૂચકતા ના કારણે આજુબાજુના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દૂર ખસેડી અને સળગતા બચાવી લેવામાં આવ્યા છે ત્યારે હવે આ આગ કેવી રીતે લાગી તે એક સવાલો થઈ રહ્યો છે પોલીસે જપ્ત કરેલ એકટીવા સ્પ્લેન્ડર મોટરસાયકલ જ્યૂપિટર જેવા ટુ વ્હીલર વાહનો સળગી ગયા છે આ આજના કારણે એક પીઆગો ટેમ્પો પણ સળગી ગયો છે અને આ ઉપરાંત સીન ટેક્સ ની ટાંકીઓને નુકસાન થયું છે તે પણ સળગી ઊઠી છે.
આ મામલે કુલ 52 હજાર રૂપિયાનો નુકસાન થયા હોવાની જાણવા જોગ ફરિયાદ સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે. અને આગ લાગવાનું કારણ જાણવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે ત્યારે બપોરના સમયે કોને જુના પોલીસ સ્ટેશનમાં આગ ચાપીતે એક સવાલ ઊભો થઈ રહ્યો છે જોકે આ મામલે અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે ત્યાં બંદોબસ્ત હોવા છતાં પણ આગ કેમ લાગી તે પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે જોકે સમય સૂચકતા ના કારણે બાજુમાં પોલીસ વિભાગ ના અશ્વો બાંધેલા હતા તેને પણ દૂર કરવા માં આવ્યા છે એટલે તે પણ સુરક્ષિત છે.