- શિક્ષકે ઇલેક્ટ્રીક મોટર ચાલુ કરવા મોકલતાં વીજશોક લાગ્યો
બાળક ભણી ગણીને આગળ આવે એવો સૌ કોઈ માતાપિતાનો આગ્રહ હોય છે અને માતા-પિતા પોતના બાળકને આગળ આવે તે માટે મહેનત મજુરી કરી અને પેટે પાટા બાંધીને પણ શિક્ષણ અપાવતા હોય છે.ત્યારે ખાસ કરી ગ્રામીણ વિસ્તારોમાં પણ શિક્ષણનું સ્તર ઊંચું આવે તે પ્રકારના પ્રયાસ પણ સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણ પાછળ થતો ખર્ચ કયા જાય તે સવાલ છે.કારણ કે સતત શિક્ષણ વિભાગમાં બેદરકારી દાખવતા કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામમાં શિક્ષણને કલંકિત કરે તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. માધ્યમિક શાળામાં અભ્યાસ માટે આવેલ 13 વર્ષીય વિદ્યાર્થી સુમિત રૂદાતલા પાસે શાળાના જ શિક્ષક દ્વારા પાણીની મોટર ચાલુ કરવા મોકલ્યો હતો. આ દરમિયાન બાળકને ઇલેક્ટ્રિક શોર્ટ લાગ્યો અને બાળકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
મૃતક વિદ્યાર્થીના સગા સાથે વાત કરવામાં આવતા તે જણાવી રહ્યા છે કે ગામમાં આવેલ માધ્યમિક શાળામાં અભ્યાસ માટે આવતા બાળકો પાસે શાળામાં પ્લાસ્ટર કરાવવામાં આવે છે અને શાળાની સફાઈ પણ કરાવવામાં આવે છે અને આ ઉપરાંત વિદ્યાર્થીઓ પાસે કામ પણ કરાવવામાં આવે છે. ત્યારે સરકારી માધ્યમિક શાળામાં બાળકો કામ કરવા માટે આવે છે કે અભ્યાસ માટે તે સળગતો સવાલ છે.અને શિક્ષણ કામગીરી સામે પણ સવાલ ઉભા કરે છે અને કેવું આ શાળામાં શિક્ષણ આપવામાં આવતું હશે તે પણ સળગતો સવાલ છે આમ વિદ્યાર્થીઓ ક્યાંથી આગળ વધે..
હાલમાં આ બનેલી ઘટનાને લઈ વસ્તડી ગામના ગ્રામજનોમાં રોષ ફેલાયો છે અને મૃતક વિદ્યાર્થીને ન્યાય મળવો જોઈએ અને શિક્ષણની પ્રણાલી બદલાવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. હાલ મૃતક વિદ્યાર્થીના પરિવારમાં શોક ફેલાયો છે અને ગામ પણ ગમગીન બન્યું છે. ત્યારે આ અંગે રિયાલિટી ચેક કરવામાં આવતા મોટો થયો છે સારા જાણે રામ ભરોસે ચાલતી હોય તે પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે સળગતા સવાલ એ છે કે માતા-પિતા અભ્યાસ માટે બાળકોને શાળાએ મોકલે છે પરંતુ તેમનું બાળક શાળાએ આવ્યા પછી પણ કેટલું સુરક્ષિત છે.
શાળામાં બે વર્ગ વચ્ચે ત્રણ શિક્ષકો: બે શિક્ષકો ગેરહાજર
જ્યાં ઘટના બની તે વસ્તડી ગામની માધ્યમિક શાળાની મુલાકાત કરવામાં આવી છે આ શાળાની મુલાકાત કરવામાં આવતા ચોકાવનારો ખુલાસો એ સામે આવ્યો છે કે શાળામાં માત્ર ત્રણ શિક્ષકો ઉપલબ્ધ છે અને ત્રણ શિક્ષકોથી આ શાળા ચાલી રહી છે આ ઘટના બની તે સમયે માત્ર ફરજ ઉપર એક શિક્ષક હાજર હતા તે બે ક્લાસરૂમ ચલાવી રહ્યા હતા ત્યારે આ શાળાની રિયાલિટી ચેક કરવામાં આવતા શાળાના આચાર્ય પણ મુખ્ય ઓફિસને તાળું મારી અને બહાર નીકળી ગયા હતા. હવે આ બાબતે તો શિક્ષણ વિભાગ તપાસ કરી રહ્યું છે પરંતુ માત્ર એક શિક્ષકથી શુક્રવારનું શિક્ષણ કાર્ય વસ્તડી ગામે આવેલી માધ્યમિક શાળામાં ચાલતું હતું અને જેને લઇ અને આ રિયાલિટી ચેક કરવામાં આવતા તમામ વિગતો સામે આવી છે.
શાળામાં વિદ્યાર્થીઓ પાસે સફાઇ અને કડિયા કામ સહિતની કામગીરી કરાવવામાં આવે છે: મૃતક વિદ્યાર્થીના પરિવારનો આક્ષેપ
જે ઘટના બની છે તે અંગે મૃતક વિદ્યાર્થીના પરિવારને પૂછવામાં આવતા તેનો પરિવાર જણાવી રહ્યો છે કે વસ્તડી ગામે આવેલી માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે પરંતુ ત્યાં તેમને શાળાની સફાઈ કરાવવામાં આવતી હોય છે ઓરડા તૂટી ગયેલી હાલતમાં હોવાના કારણે અને જર્જરી થવાના કારણે ત્યાં તેમને કડિયા કામ કરાવવામાં આવે છે અને ખરેખર આ રિયાલિટી ચેક કરવામાં આવતા તાજેતરમાં જ આ કડિયા કામ કરાવવામાં આવ્યા હોવાનું પણ બહાર આવ્યું છે પરંતુ આ અંગે હવે શિક્ષણ વિભાગને તપાસ કરવી જોઈએ અને કડક કાર્યવાહી કરવી જોઈએ કારણકે વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ માટે જ જાય છે નહીં કે કામ કરવા માટે માતા પિતા તેમના બાળકોનું સારું ભવિષ્ય બને તે માટે શાળાએ મોકલતા હોય છે પરંતુ શિક્ષકો તેમની પાસે કામ કરાવતા હોય છે પરંતુ આવા શિક્ષકો સામે પણ કાર્યવાહી કરી અને શિક્ષણ ક્ષેત્રમાં એક પુરાવો બેસાડવાની તક શિક્ષણ વિભાગને મળી છે કારણ કે પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે અને આ અંગે પુરાવાઓ પણ હજુ તાજા મળી શકે તેમ છે.