સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર શહેરના વતની ભારતીબેન પરીમલભાઈ ગેડીયા, રંજનબેન ગોરધનભાઈ, હનુભાઈ ગોવુભાઈ, ભવનભાઈ ભીખાભાઈ, ભીમાભાઈ અમજીભાઈ, વઢવાણ તાલુકાના વતની મોતીબેન ગણપતભાઈ, કાળીબેન જીવાભાઈ અને ધ્રાંગધ્રા તાલુકાના વતની બળદેવભાઈ નાનજીભાઈ કણજરીયા, સવિતાબેન ઘનશ્યામભાઈ, હિરાબેન કાનજીભાઈ, શિવાભાઈ ભુરાભાઈ તથા લીંબડી તાલુકાના વતની રમણીકભાઈ જીગરભાઈ ચાવડા તેમજ ચુડા તાલુકાના વતની અમીનભાઈ રસીકભાઈને ગત દિવસોમાં કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જે અન્વયે મહાત્મા ગાંધી કોવીડ હોસ્પિટલ – સુરેન્દ્રનગર ખાતે તેમની સઘન સારવાર બાદ આ તમામ દર્દીઓને તાવ, શરદી, ખાંસી જેવા કોઇ લક્ષણો ન જણાતા તા. ૨૯ જુલાઇ -૨૦૨૦ ના રોજ કોવિડ હોસ્પિટલ- સુરેન્દ્રનગરમાંથી રજા આપવામાં આવી છે.
Trending
- MAHINDRA ની Thar Roxx સાથે 5 SUV જોવા મળશે 5-સ્ટાર ના રેટિંગ સાથે…..
- National Press Day 2024 : જાણો આ દિવસનો ઈતિહાસ અને મહત્વ
- જયપુરથી વારાણસી, અમૃતસર અને અમદાવાદની નવી ફ્લાઈટ્સ શરૂ, જાણો વિન્ટર શેડ્યુલ
- Ahmedabad : બોપલના ઈસ્કોન પ્લેટિનમમાં રાત્રે લાગી આગ
- ઝાંસીમાં દર્દનાક દુર્ઘટના,10 માસુમના મો*ત
- Gir Somnath : સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં તાલાલા સુગર ફેક્ટરી ખાતે સાધારણ સભા યોજાઈ
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ