પ્રચંડ વિસ્ફોટથી રહેણાંક મકાનના આસપાસના ઘરોની દિવાલો તૂટી પડી: ઘટના સમયે રહેણાંક મકાનમાં કોઇ હાજર નહી હોવાથી મોટી જાનહાની ટળી
સુરેન્દ્રનગર શહેરના રતનપર વિસ્તારમાં કબ્રસ્તાન સામે આવેલા રહેનાર મકાનમાં પડેલા સિલિન્ડર ફાટતા ચકચાર મચી જવા પામ્યો છે આજુબાજુના લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા છે.
મકાનમાં ગેરકાયદેસર રીતે એક સાથે 50 થી વધુ સિલિન્ડરનો સંગ્રહ કરવામાં આવ્યો હતો જે પૈકી અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને ગેસના સીલીન્ડર ટપોટપ ફાટવા લાગ્યા હતા. ત્યારે ખાસ કરીને ગેસ રીફ્લિંગ નું કામ રહેણાંક મકાનમાં ચાલતા હોવાનું આજુબાજુના લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ગેરકાયદેસર રીતે આ કામ ચલાવવામાં આવતું હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે જોકે એક સાથે 10 થી વધુ સિલિન્ડરઓ ધડાધડ ફાટ્યા છે જેને લઇને આજુબાજુના લોકોના મકાનની દીવાલો પણ ધણધણી ઉઠી છે.
એટલા પ્રચંડ અવાજે અને તાકાત સાથે 10 સિલિન્ડર ફાટતાં જેનો અવાજ ત્રણ કિલોમીટર સુધી સંભળાયો છે અને લોકોમાં પણ ભય ફેલાયો છે તેને ઉલ્લેખની છે કે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ તથા એમ્બ્યુલન્સ સહિતની ટીમ ઘટના સ્તરે દોડી ગઈ છે અને તપાસનો દોર યથાવત કરવામાં આવ્યો છે ગેસ સિલિન્ડર ફાટતાં આજુબાજુના લોકોમાં ભય વ્યાપ્યો હતો પરંતુ આગના કારણે સમગ્ર જે ગોડાઉન હતું તે બળીને ખાખ બની જવા પામ્યું છે.
જ્યાં ઘટના બની ત્યાં કોઈ હાજર ન હતું જેને લઇને કોઈ મોટી જાનહાની નથી થઈ પરંતુ ફાયર બ્રિગેડની ટીમે તમામ કે ગેસના બાટલાઓ ભરેલા હતા અને સુરક્ષિત હતા તેમને સલામત સ્થળે બહાર કાઢ્યા છે અને જે ફાટીયા તેમને પણ બહાર કાઢવામાં આવ્યા છે વી કે જે થઈ ગયેલા ગેસના બાટલાને પાણીની ટાંકીમાં નાખી દેવામાં આવ્યા છે જેથી કોઈ મોટી જાનહાની ન સર્જાય એક સાથે 10 થી વધુ ગેસ સિલિન્ડર ફાટતા ચકચાર મચી જવા પામ્યો છે.