surat: સરકારી નર્સિંગ કોલેજના ઉપક્રમે ‘ધી ફ્યુચર ઓફ ક્રિટીકલ કેર પ્રોસીજર ધેટ સેવ લાઈવ્સ’ના ત્રિ-દિવસીય વર્કશોપને ખુલ્લો મુકતા કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડા નવી સિવિલ હોસ્પિટલ, નર્સિંગ એસો. તેમજ સરકારી નર્સિંગ કોલેજ દ્વારા કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાનું બહુમાન કરાર્યું બાયપેપ-સીપેપ, વેન્ટીલેટર મોડ, ઈન્ફ્યુમુન/સિરીંજ પંપ, કેથેટરાઈઝેશન, ઈ.સી.જી લીડ પ્લેસમેન્ટ તેમજ મલ્ટીપારા મોનીટરીંગ ઓક્સિજન એડમીનીસ્ટ્રેશનનું નિદર્શન કરાર્યું વર્ક શોપમાં 310 થી વધુ ડેલીગેટ્સ હાજર રહ્યા નવી સિવિલ હોસ્પિટલ ખાતે સરકારી નર્સિંગ કોલેજ દ્વારા ‘ધી ફ્યુચર ઓફ ક્રિટીકલ કેર પ્રોસીજર ધેટ સેવ લાઈવ્સ’ના ત્રિ-દિવસીય વર્કશોપને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

01 4

વર્કશોપના પ્રથમ દિવસે 310થી વધુ ડેલીગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપમાં યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ ઓનલાઈન પરીક્ષા પદ્ધતિ, સમયસર પરિણામ અને કોલેજના પ્રેક્ટિકલ શિક્ષણ પર ભાર મુકતા કહ્યું હતું કે, ‘મેડિકલ ક્ષેત્રે સ્વાસ્થ્ય રક્ષકોની સેવાને બિરદાવી હતી. આ તકે તેમણે આત્મિયતા અને સેવાના ભાવ સાથે હોસ્પિટલમાં દર્દીઓના આરોગ્યની કાળજી લેવાનો અનુરોધ કર્યો હતો. જે નવી ઉર્જા થકી મેડિકલ ક્ષેત્રે દર્દીઓની સેવા કરીને દેશને સમર્પિત કરવા હાજર સૌને હિમાયત કરી હતી.

03 4

ટેક્નોલોજીના યુગમાં મોબાઈલનો જરૂર પડતો ઉપયોગ કરવો અને આ પ્રકારના વર્કશોપ દ્વારા પ્રેક્ટિકલ નોંલેજ વિદ્યાર્થીઓ વધુ જ્ઞાન પ્રાપ્ત કરે તેનાથી દર્દીઓને વધુ સેવા મળી શકે એમ તેમણે ઉમેર્યું હતું. વીએનએસજીયુના એક્ઝિક્યુટિવ મેમ્બર અને ટી.બી.ચેસ્ટ વિભાગના વડા ડો.પારૂલ વડગામાએ સૌનો માર્ગદર્શન આપતા કહ્યું હતું કે, હાલના સમયમાં વાયરલ ઈન્ફેક્શન અને વાયરલ ન્યૂમોનિયાના દર્દીઓ વધી રહ્યા છે ત્યારે તબીબો સહિત નર્સિંગ સ્ટાફે ક્રિટીકલ કેર શીખવું અતિ આવશ્યક છે.

02 5

જેનાથી ઈમજન્સીના સમયે દર્દીઓનો જીવ બચાવી શકાય છે. નર્સિંગ ચેમ્પસના ફાઉન્ડર અને સીઈઓ ડો.અશોક શર્મા તેમજ ટીમ અને સેમ ટ્રેનર્સ અને સિસ્ટમ તરફથી શ્યામ ગજરાની દ્વારા ક્રીટીકલ કેરને લગતી વિવિધ પ્રેક્ટિકલ સ્કીલ જેવી કે, બાયપેપ-સીપેપ, વેન્ટીલેટર મોડ, ઈન્ફ્યુમુન/સિરીંજ પંપ, કેથેટરાઈઝેશન, ઈ.સી.જી લીડ પ્લેસમેન્ટ તેમજ મલ્ટીપારા મોનીટરીંગ ઓક્સિજન એડમીનીસ્ટ્રેશન તેમજ વિવિધ માસ્ક સહિતના કૌશલ્ય લક્ષી પ્રેક્ટિકલ સહિતનું વર્કશોપના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સરકારી નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ડો.ઈન્દ્રાવતી રાવ અને નર્સિગ સેમ્પસ દ્વારા વર્કશોપનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ અવસરે તબીબી અધિક્ષક ડો.ધારિત્રી પરમાર, આરએમઓ ડો.કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, ટીએનટીવી નર્સિંગ કોલેજના પ્રિન્સિપલ કિરણ દોમડિયા, નર્સિંગ એસો.ના અશ્વિન પંડયા, નિલેશ લાઠીયા સહિત વિવિધ નર્સિંગ કોલેજના સ્ટાફગણ, ડેલીગેટ્સ વર્કશોપમાં ઉપસ્થિત રહ્યા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.