મોરબીના ઘડિયાળ ઉદ્યોગે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યા બાદ વધુ એક મોટા ઉદ્યોગનો લોકડાઉન પાળવાનો નિર્ણય
રાજ્યમાં કોરોનાના વધતા જતા કહેરને ધ્યાને લેતા અગાઉ મોરબીના ઘડિયાળ ઉદ્યોગએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતું. ત્યારબાદ આજ રોજ ફરી સુરતના ટેક્ષટાઇલ ઉદ્યોગે બંધ પાળવાનો નિર્ણય જાહેર
કર્યો છે.
રાજ્યમાં કોરોનાનો આતંક વધતો જઈ રહ્યો છે. દિન પ્રતિદિન કેસોની સંખ્યામાં ધરખમ વધારો નોંધાઇ રહ્યો છે તેમાં પણ સુરતની પરિસ્થિતિ ખરાબ છે. સુરત બીજું અમદાવાદ બનવા તરફ જઈ રહ્યું છે. જેથી સુરતના ટેક્સટાઇલ માર્કેટ દ્વારા સ્વૈચ્છિક બંધ પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ફોસ્ટા દ્વારા ટેક્સટાઇલ માર્કેટ ૧૯ જુલાઈ સુધી બંધ રાખવામાં આવનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ મોરબીના જાણીતા એવા ઘડિયાળ ઉદ્યોગે પણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતું. ગત તા.૧૧ જુલાઈના રોજ ઘડિયાળ ઉદ્યોગના પ્રમુખ શશાંક દંગીએ આ અંગે સતાવાર જાહેરાત કરી હતી.