- સરથાણા વિસ્તારની ઘટના
- સરથાણા સૂર્યા ટાવરમાં બની ઘટના
- દીકરા દ્વારા માતા – પિતા,પત્ની અને બાળકને ચપ્પુના ધા માર્યા
- સ્મિત જીયાણી દ્વારા ઘટનાને અંજામ આપ્યો
- ઘટના ને અંજામ આપ્યા બાદ સ્મિત પોતે પણ ગળાના ભાગે ચપ્પુ માર્યું
- ઘટનામાં પત્ની અને બાળકનું થયું મો*ત
- માતા પિતા અને સ્મિત હાલ સારવાર હેઠળ
- સરથાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી
- પરિવારમાં અંદરો અંદર મન દુઃખ બબાલ ચાલતી હતી
- જેને લઈ સ્મિત દ્વારા ઘટનાને અંજામ આપ્યો હોવાની વાત
- મૂળ અમરેલીના સાવરકુંડલાના રહેવાસી
દિવસેને દિવસે ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે સુરતમાંથી એક ક્રાઈમનો હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. કે જ્યાં એક દીકરાએ માતા-પિતા, પત્ની અને બાળકને છરીના ઘા માર્યા જેમાં પત્ની અને બાળકનું મોત થયું છે. આ સમગ્ર ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
શું છે સમગ્ર ઘટના
Surat Murder and Suicide Case :સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો સુરતના સરથાણામાં સૂર્યા ટાવર સોસાયટીમાં દીકરાએ માતા-પિતા, પત્ની અને બાળકને છરીના ઘા મારતા એરેરાટી વ્યાપી ગઇ છે. બાદમાં પોતે પણ ગળાના ભાગે છરી મારી દીધી હતી. આ ઘટનામાં છરી મારનારની પત્ની અને તેના બાળકનું મો*ત થયું છે. જ્યારે અન્ય લોકો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
પરિવારમાં અંદરો અંદરના મન દુઃખના કારણે બબાલ ચાલતી હતી
મળતી માહિતી અનુસાર સ્મિત જીયાણી નામના યુવકે પોતાના જ પરિવાર પર હુમલો કર્યો છે. જ્યારે માતા-પિતા અને હુમલો કરનાર સ્મિત હાલ સારવાર હેઠળ છે. સરથાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પરિવારમાં અંદરો અંદરના મન દુઃખના કારણે બબાલ ચાલતી હતી. જેને લઈ સ્મિતે આ ઘટનાને અંજામ આપ્યો હોવાની ચર્ચા હાલ ચાલી રહી છે. પરિવાર મુળ અમરેલીના સાવરકુંડલાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય