દેશભરમાં અત્યારે પ્રિંટેડ સાળીઓનો ટ્રેડ વધી રહ્યો છે ત્યારે સુરતની સાડીઓ દેશભરમાં વખણાય છે. કારણકે સુરતના લોકો સાળીઓ પર અનેક પ્રકારની ડિજિટલ પ્રિંટો છાપે છે. પહેલા સુરતમાં ઇલેક્શન ફીવર દર્શાવવા મોદી અને પ્રિયંકા ગાંધીની સાડીઓ બજારમાં આવી હતી. અને તે બાદ ભારતીય સેનાની એર સર્જીકલ સ્ટ્રાઈકની ડિજિટલ પ્રિન્ટ વાળી સાડીઓએ પણ ધૂમ મચાવી હતી.
અત્યારે દેશ ભરમાં માત્ર અભિનંદનની જ ચર્ચા થઈ રહી છે. દેશમાં અભિનંદનની ઘર વાપસી પર જે માહોલ બન્યો છે. ત્યારે સુરતના કાપડમીલ માલિકોએ અભિનંદનની ડિજિટલ પ્રિન્ટવાળી સાડીઓ તૈયાર કરી છે. જેનો પણ હાલમાં ટ્રેન્ડ વધી રહ્યો છે. અભિનંદનની ડિજિટલ પ્રિન્ટવાળી સાડીની પ્રિન્ટ તૈયાર કરનારે કહ્યું હતું કે, આ પહેલા સર્જીકલ સ્ટ્રાઈક અમે તૈયાર કરી હતી. જેની ખૂબ ડિમાન્ડ રહી હતી. હવે દેશના હીરો બની ચૂકેલા વિંગ કમાન્ડર અભિનંદનની સાડીની પણ ડિમાન્ડ આવવા લાગી હતી. જેથી અમે ખાસ અભિનંદનના ફોટાવાળી ડિજિટલ પ્રિન્ટની સાડી તૈયાર કરી છે.