કંપની કેનેરા બેન્ક સહિતના લેણદારો પાસેથી લીધેલી ૨૧,૬૦૭ કરોડ રૂપિયા ની લોન ચુકવવા માં નાદાર જાહેર કરી હોય ઇડી નું પ્રથમ પગલું
દેશભરમાં બેંકો સાથે છેતરપીંડી કરનારાઓ સામે તવાઇ લાવવાની કવાયતના પગલે સુરતમાં કાર્યરત પવનચકકી ચલાવતી કંપની, નકોડા લીમીટેડ પર એનફોર્સમેન્ટ વિભાગે ઇ.ડી.એ દરોડા પાડીને ૧૮ કરોડની મિલ્કત જપ્ત કરી લીધી છે. ઇ.ડી. દ્વારા સુરતની નકોડા લીમીટેડ ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર બાબુલાલ ગુમાનમલ જૈન અને તેના પુત્ર દેવેન્દ્ર બાબુલાલ જૈન અને અન્ય વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.સુરતમાં ચાલતી ગુજરાતની નકોડા લીમીટેડ ની નવ પવનચકકીઓ અને જમીન સહીતનાી ૧૮ કરોડ રૂપિયા ની મિલ્કત થઇ ઇડી દ્વારા જપ્ત કરીને બેંક સાથે થયેલી કરોડો ની છેતરપીંડી નેપગલે કાર્યવાહી હાથ ધરી હતી. ઇ.ડી. એ સુરતની નકોડા લીમીટેડ ના એમ.ડી. બાબુલાલ ગુમાનમલ જૈન અને અન્ય સામે કાર્યવાહી હાથે ધરી હતી. સુત્રોએ આપેલી વિગતો મુજબ કંપની સામે કેનેરા બેંક અને અન્ય ૧૩ સહયોગી પેઢીઓ પાસેથી લીધેલી ૨૧૦૦૭ કરોડ રૂપિયાની લોન પરત કરવામાં નાદાર પુરવાર થયેલી પેઢી ઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પેઢીના સંચાલકો એ ખોટી રીતે પુનીત અનેજગદીશ સોમાણી ને બોગસ ખરીદ વેચાણ ના ખોટા દસ્તાવેજો બનાવી છેતરપીંડી કર્યાના મામલામાં ઉપાડી લેવામાં આવ્યા છે.
ઇ.ડી.ની તપાસમાં નકોડા લીમીટેડની ૧૨૦૦૧૨ કરોડ રૂપિયાની એલસીએસ સામે ૪૨૦૭ કરોડ રૂપિયા ફંડ માંથી ૮૨૭.૯૮ કરોડ નું એન પીએ ઉભુ કર્યા નો આક્ષેપ કરવામાં આવ્યો છે. નકોડા કંપનીના સંચાલકો દ્વારા ખોટી રીતે વિવિધ પેઢીઓ સાથે કાગળ ઉપર વ્યવહાર બતાવીને પેઢીના સંચાલન અને ખર્ચ ઉધારીને જે હેતુ માટે બેંકની લોન આપી હતી તેના બદલે અન્ય જગ્યાએ રોકાણ અને ખર્ચ ઉધારીને ખોટા ખરીદ અને વેચાણનો ફેન્સી ફેબ્રીકનો વહીવટ કરીને નાણાંની ગેરરીતી કરી હોવાનો એન્ફોસમેન્ટ વિભાગના ઘ્યાને આવ્યુ હતું.નકોડા લીમીટેડ કંપનીએ કેનેરા બેંક અને સહયોગી ૧૩ જેટલી બેંકો પાસેથી જે હેતુથી લોન લીધી હતી તે નાણાનો ઉપયોગ અનય જગ્યાએ કરીને મોટી નાણાંકીય ગેરરીતી કરી હોવાનું બહાર આવ્યું છે.
એર્સ્ફોર્સમેન્ટ વિભાગે કરોડોની છેતરપીંડી અને નાણાંકીય ગેરરીતી કરનારા નકોડાના સી.એમ.ડી. બાબુલાલ જૈન અને તેના પુત્ર દેવેન્દ્રની સાથે ખોટા દસ્તાવેજો ઉભા કરી બનાવટી ખરીદી અને વ્યાપારના ફેન્સી ફેબ્રીકના સોદાઓ ઉભા કરવાના બદલે ઇ.ડી.એ કરેલી કાર્યવાહીમાં ૨૯૦૭ કરોડ રૂપિયા ની લોન ના હપ્તા ભરવામાં નાદાર પુરવાર થઇ ગયેલી ન કોડા લીમીટેડની ૯ પવન ચકકીઓ અને તેની જમીન સહિત ગુજરાતની આ કંપનીની ૧૮ કરોડ રૂપિયાની અરકાયા મત જપ્ત કરી લેવામાં આવી છે.એન્ફોર્સમેન્ટ વિભાગે ઇ.ડી. નકોડા સામે શરુ કરેલી કાર્યવાહીના પ્રથમ ચરણમાં જ ૧૮ કરોડ રૂપિયાની અસકયા મતો જપ્ત કરવામાં આવી છે. આ કેસમાં હજુ વધુ મિલ્કતોની જપ્તી અને બેંક સાથે ખોટા કાગળીયા કરી છેતરપીંડીના કૌભાંડમાં સંડોવાયેલાઓને ઝડપી લેવાની કાર્યવાહી આગળ વધશે.