સામાન્ય લોકો સાથે દિવ્યાંગ વર્કરોને પણ રોજગારી પુરી પાડશે ‘ચાય પીલા’ કેફે
સુરતથી શરૂ થયેલી પ્રખ્યાત ‘ચાય પીલા’ કેફેનું આજ રોજ રિલાયન્સ મોલ ખાતે દબદબાભેર પ્રારંભ કરવામાં આવ્યું છે. જેમાં ‘ચાય પીલા’ કેફેનાં ઓનર આઝાદભાઇ પટેલ, રિલાયન્સ રીટેઇલરના સીઇઓ દર્શક મહેતા અને રાજકોટ આઉટલેટના ઓનર મલય ભરોડી ઉપસ્થિત રહ્યા હતા.
ચાયપિલા કેફેનું નવી પદ્વતિના લુક સાથે સસ્તા દરે ફૂડને માણી શકે જેથી દરેક વર્ગના લોકો આ કેફેમાં આવી શકે. અહીં પીઝાથી માંડીને મોટી ઉંમરના લોકો માટે પાઉંભાજી, છોલે ભટુરે જેવા ફૂડ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.
‘ચાયપીલા’ કેફે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના “વોકલ ફોર લોકલ” અભિયાનમાં પણ મહત્વપૂર્ણ ભાગ ભજવશે અને દેશના બેરોજગાર લોકોને રોજગારી પુરી પાડશે.
તે ઉપરાંત ચાયપીલા કેફે સામાજીક કાર્યો પણ કરનાર છે. જેમાં ચાયપિલ ફાઉન્ડેશન અંતર્ગત જેમાં હેંડીકેપ લોકો માટે ચાયપિલા કેફે બનાવવામાં આવશે જ્યાં તમામ વર્કરો હેંડીકેપ હશે કેફેનું સંપૂર્ણ સંચાલન તેમના દ્વારા કરવામાં આવશે. ઉપરાંત ડોનેશન બોક્સ રાખવામાં આવશે. જ્યાં ગ્રાહકો પોતાની મરજી મુજબ ત્યાં દાન કરી શકશે. જેની ઇન્કમ પણ ચાયપીલા ફાઉન્ડેશન દ્વારા હેંડીકેપ લોકો માટે જ વાપરવામાં આવશે.
ચાયપિલા કેફે દ્વારા એક એપ્લિકેશન પણ બનાવવામાં આવ્યું છે, જેમાં ગ્રાહક કોઇપણ જગ્યા ઉપરથી માત્ર ઓનલાઇન એપ્લિકેશન ઉપર ઓર્ડર કરી ચા નો ઓર્ડર કરી શકશે, જેની વિશેષતા એજ કે ઓનલાઇન ઓર્ડર બાદ પણ ચાના દરમાં કોઇપણ પ્રકારનો વધારો કરવામાં આવશે નહી માત્ર રૂ.10 રૂપિયામાં જ ગ્રાહક સુધી ચા ની સુવિધા મળી શકશે. ચાયપીલાની ફક્ત ચા માટે બનાવવામાં આવનારી ભારતની પહેલી એપ્લિકેશન છે.