હીરા એટલે કે ડાયમન્ડ હવે લેબમાં બને એના પર કામ શરૂ થઇ ચૂક્યુ છે. કેટલાય દેશ આગળ નીકળી ચૂક્યા છે. ભારત હજુ હીરાની આયાત કરે છે અને દરેક માટે આ કારણે ડાયમન્ડ ખરીદવો મુશ્કેલ બની જાય છે. સામાન્ય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ભારતમાં લેબ ગ્રોન ડાયમન્ડ માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનું કામ શરૂ થશે.
ભારત પોતાના લેબ ગ્રોન ડાયમન્ડ બનાવશે અને આ કામ આઈઆઈટી કરશે. આનાથી આયાત પર નિર્ભરતા ઓછી થશે અને રોજગારમાં મદદ મળશે. આ ડાયમન્ડ લેબમાં બને છે. લાંબા સમયથી ખાણ દ્વારા હીરાનો કાઢવામાં આવે છે,
પરંતુ હવે આ લેબની અંદર જ બની રહ્યાં છે. રસાયણિક રીતે હીરા શુદ્ધ કાર્બનના બનેલા હોય છે. હીરાને ખીણમાંથી નીકળવામાં ખુબ મહેનત, સમયની બરબાદી અને પાણી લાગે છે, જ્યાં હીરાની ખીણને ખોદવામાં આવે છે, ત્યાં પર હજારો ઝાડોને કાપવામાં આવે છે. ખીણમાં મજૂરોની હાલત ખરાબ થઇ જાય છે અને હીરા મળી જ જાય તેની કોઇ ગેરંટી નથી હોતી. આવામાં પ્રયોગશાળામાં બનેલી હીરા ગેમચેન્જર સાબિત થઇ શકે છે.