ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ ખાતે કોમનવેલ્થ ગેમ્સ ચાલી રહી છે. જેમાં ટેબલ ટેનિસમાં મહિલાઓએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે.ગણતરીના સમયમાં ટેબલ ટેનિસમાં સુરતના હરમીત દેસાઈ અને તેની ટીમે ડબલ્સની મેચમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. જેથી હરમીતના ઘરે સુરતમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો. અને મિઠાઈની વહેંચણી કરવામાં આવી હતી.

ગોલ્ડ કોસ્ટમાં સિંગાપોરને હરાવીને ફાઈનલમાં પહોંચેલા હરમીત અને જી. સાથીયાન અને શરથ કમલની જોડીએ ફાઈનલમાં નાઈઝીરીયા સામે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. અને 3-0થી ફાઈનલ જીતીને ગોલ્ડ પર નિશાન સાધ્યું હતું. સમગ્ર મેચ હરમીતના માતા પિતા અને પરિવારજનો સહિત સંબંધીઓ અને ટેબલ ટેનિસના રસીયાઓએ સાથે મળીને જોઈ હતી. અને હરમીતે ગોલ્ડ મેડલ મેળવતાં ઘરમાં ચીચીયારીઓ લાગી ઉઠી હતી. અને સૌ કોઈ ઝુમી ઉઠ્યાં હતાં.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.