ગુજરાત સહિત ભારતભરમાં કોરોનાના કેસ ફરી ઝડપભેર વધતા સાવચેતીનાં ભાગરૂપે ઘણા રાજયોનાં શહેર જિલ્લાઓમાં પાબંદીઓ લાદી લેવાઈ છે. વધતા કેસમાં ગુજરાત ચોથા ક્રમે છે. સંક્રમણનાં આ ફેલાવાને રોકવા સરકાર એકશન મોડમાં આવી ગઈ છે. રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા એમ ચાર મહાનગરોમાં રાત્રી કફર્યું વધારી દેવાનો રૂપાણી સરકારે નિર્ણય લીધો છે. એમાં પણ સુરતી અને અમદાવાદીઓ માટે વધુ કડક નિર્ણય લેવાયો છે. સુરત અને અમદાવાદમાં મહાનગરપાલિકાએ રાત્રી કફર્યું એક કલાક વધારી દીધો છે. જે મુજબ અહી લોકો રાત્રે 9 વાગ્યાથી સવારનાં 6 વાગ્યા સુધી બહાર નીકળી શકશે નહી. જયારે રાજકોટ, વડોદરામાં રાત્રી કફર્યું 10 વાગ્યાથી સવારનાં છ વાગ્યા સુધી છે. ગુજરાતમાં કોરોના કેસમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ વધુ ચિંતાજનક છે. જેના કારણે મહાપાલિકા દ્વારા આ નિર્ણયલેવાયો છે. સુરત અને અમદાવાદમાં સાંજે સાત વાગ્યા બાદ લારી, પાન-ગલ્લા, ચાની કેબીનો બંધ કરીદેવા આદેશ જારી કરી દેવાયા છે. બાગ-બગીચા, રમત-ગમતના મેદાનો વગેરે પર પણ અગાઉથી જ પ્રતિબંધ લાદી ચૂકયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.