બાળકોને રહેવા-જમવા, રમત ગમત, તંદુરસ્તી જળવાઇ તેમજ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરીમાં સેટ કરવા સુધીની બાપુએ જવાબદારી લીધી
ભારત સાધુ સમાજના રાષ્ટ્રિય અઘ્ક્ષ તેમજ શંભુ પંચ અગ્નિ અખાડાના સભાપતિ પૂ. મુકતાનંદજીબાપુ જયારથી તેમના હોદા ઉપર આરુઢ થયા હતા. ત્યારથી સંતો મહંતો, મઠો આશ્રમોની સતત કામકાજો જયારે કોઇએ દબાણ કરેલ હોય બીન કાયદેસર દબાણ કરેલ હોય સંતો મહંતોને પડતી મુશ્કેલીઓ બાબત સતત કાર્યકર રહીને જેને રાજયની સરકાર સાથે વાત ચીત કરી વ્યવહારુ ઉકેલ લાવી વાણે મંદિરોને યોગ્ય ન્યાય અપાવી રહ્યા છે. તેમજ હરેક સમાજના સંસારીક માનવોની પણ સતત ચિંતા કરી રહેલ છે. હાલ મીઝોરમ ત્રિપુરાના અતિ ગરીબ આદીવાસી જંગલમાં વસવાટ કરતા સમાજના લોકો બાબતે બાપુ પાસે રજુઆત આવતા બાપુએ તુરંતમાં તે બાબતે ત્યાંની બ્રહીયાંગ જ્ઞાતિની જાતના બાળકો માટે શું કરવું જોઇએ તે બાબતે ભારત સાધુ સમાજના સંતો મહંતો મહામંડલેશ્ર્વરો સાથે ચર્ચા વિચારણા કરેલ જેમાં ત્યાંની સર્વે કરવાની પ્રક્રિયા આગળ વધારવી અને આવી ગંભીર પરિસ્થિતિમાં રહેતા માનવીઓ માટે શું કરવું જોઇએ તે બાબતે વિચારણા કરતા ૧પ૦૦ બાળકોને પુ.શ્રી બાપુએ ભારત સાધુ સમાજના અઘ્યક્ષ હોવાના નાતે જુદા જુદા મઠો ગુરુકુળોમાં રહેવા ભાણવાની વ્યવસ્થા કરવા નિર્ણય લેવામાં આવેલ જેમાંથી પ૦૦ બાળકોની પુજય બાપુએ જવાબદારી સંભાળેલ છે. જેમાંથી હાલ ચાપરડા બ્રહ્માનંદ ધામ ખાતે ૬૪ દિકરા-દિકરીઓને લાવવામાં આવેલ છે.
તેમ જ ૭પ દિકરી-દીકરાઓ કોલાપુર (મહારાષ્ટ્ર) પ.પૂજય સીઘ્ેશ્ર્વર સ્વામીના આશ્રમમાં લાવવામાં આવેલ છે. સરકારશ્રીના નિયમોનુંસાર જેમ જેમ કાયદાકીય પ્રોસીઝર થતી રહેશે તેમ તેમ બાળકોને લાવવામાં આવશે તેમ બાપુએ જણાવેલ હતુઁ. બાપુએ જણાવેલ કે બાળકોને રહેવા જમવા રમત ગમત તંદુરસ્તી તેમ જ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી ધંધામાં સેટ કરવા સુધીની પુજય બાપુએ બાળકોની જવાબદારી લીધેલ છે. અને વિશેષમાં જણાવવામાં આવેલ કે બાપુ દર મહિને બાળકો સાથે મીટીંગ કરશે તેને લગતા કોઇ પ્રશ્ર્ન હશે તો ત્વરીક નિકાલ કરવામાં આવશે.