સુરત સોનાની મુરત
મધ્યયુગનું મહત્ત્વનું બંદર, કાપડ ઊદ્યોગ અને હવે વૈશ્વિક સ્તરના હિરા ઊદ્યોગના કારણે સુરતની દરેક યુગમાં આર્થિક ઉન્નતિનો રાજયોગ આજે પણ ‘બરકરાર’
ભારતના પશ્ચિમ ભાગમાં આવેલ દક્ષિણ ગુજરાતમાં ખુબજ મહત્વનું સ્થાન ધરાવતા સુરત કાયમી ધોરણે યુગોથી આર્થિક ભૌગોલીક મહત્વ ધરાવતો વિસ્તાર બની રહ્યો છે. દક્ષિણ ગુજરાતના દરિયા કિનારાથી માત્ર ૧૪ કિ.મી.ના અંતરે વસેલા સુરત તાપીના મુખપ્રદેશ નજીક આવેલો વિસ્તાર હોવાથી આદિકાળથી ગુજરાત અને ભારતના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે સુરતનું મહત્વ રહ્યું છે. ભારતમાં ખુબજ ફાલેલ-ફુલેલ અંગ્રેજોએ પણ મોગલ શાસકો પાસેથી સુરતમાં વેપાર કરવાની અને કોઠી સ્થાપવાની પ્રથમ માંગણી કરી સુરતનો મહત્વ ઉભુ કર્યું હતું. ત્યારબાદ ગુજરાતમાં કાપડ ઉદ્યોગ અને ઉદ્યોગ ઉત્પાદનમાં અમદાવાદની સાથે સાથે સુરત કાપડ ઉદ્યોગમાં પણ કાઠુ કાઢનારુ બન્યું હતું. બીજા નંબરમાં કહીએ તો સુરત ઉધમી અને લક્ષ્મીના ઉપાસક તરીકેનો પ્રદેશ ગણી શકાય. અત્યારે સુરતનો હિરા ઉદ્યોગ વિશ્વમાં ડંકો વગાડી રહ્યો છે. વિશ્ર્વના ૯૦ થી ૯૫ ટકા હિરા સુરતમાં ઘસીને તૈયાર કરવામાં આવે છે. સુરતનો સૌથી મોટો ઉદ્યોગ કાપડ, વણાટ, જરી, કિનખાબ અને જૂના જમાનામાં સુરતની કાપડની માંગ સમગ્ર વિશ્ર્વમાં હતી. ૨૦૦૮માં સુરતે ૧૬.૫ ટકા જીડીપી સાથે દેશનો સૌથી ઉંચો જીડીપી પ્રાપ્ત કરીને દેશ આખાનું ધ્યાન દોર્યું હતું. સુરતે ભારતનું ત્રીજા નંબરનું ચોખ્ખુ શહેર અને ઝડપથી વિકાસ કરનાર દુનિયાના દેશોમાં ચોથો નંબર પ્રાપ્ત કર્યો હતો.
સુરત એક એવું શહેર છે કે, જ્યાં કાયમી ધોરણે વિકાસ ચાલતો રહે છે. પશ્ચિમ, આર્થિક મંદી અને વર્તમાન કોરોના કટોકટીના પગલે જ્યારે વિશ્વભરમાં મંદી પ્રવર્તી રહી છે ત્યારે સુરત ફરીથી બેઠુ થઈ રહ્યું છે. પશ્ચિમ હિરાની માંગ વધતા સુરતનો હિરા ઉદ્યોગ દિવાળી સુધીમાં ફરીથી ધમધમતુ થઈ જશે અને તેના ચક્કાચૌધથી વિશ્વની આંખો અંજાય જાય તેવા સંજોગોમાં ઉભા થયા છે.
સમગ્ર વિશ્વમાં રફ હિરાની કુલ માંગના ૧૪ થી ૧૫ ટકા હિરા સુરતમાં ઘસાય છે. અત્યારે ચાઈના અને અમેરિકામાં કોરોના કટોકટી બાદ રફ હિરાની ઉભી થયેલી માંગના પગલે સુરત પાસેથી સમગ્ર વિશ્વ જરૂરી હિરાનો પુરવઠો મેળવવાની અપેક્ષા રાખી રહ્યું છે અને દિવાળી સુધીમાં મહિનાઓથી મંદીનું અંધારૂ જેવી હિરાની મંદી ફરીથી તેજીમાં પરિવર્તન થશે. એશિયન સ્ટાર ડાયમંડ એકસ્પોર્ટના મેનેજીંગ ડિરેકટર વિપુલ શાહે જણાવ્યું હતું કે, ચીન અને અમેરિકાની બજારોમાં દિવાળીની પૂર્વ સંધ્યાએ ઉભી થનારી હિરાની માંગની સ્પર્ધામાં સુરત તેની ક્વોલીટી કોનટેટી અને કિફાયત ભાવના કારણે ડંકો વગાડશે. લાંબા સમય બાદ સુરતના હિરા ઉદ્યોગમાં ૧ કેરેટ હિરાનો ભાવ ૩૦ સેન્ટના બદલે ૧૦ થી ૨૦ સેન્ટથી પરવડશે. માર્ચ મહિનાથી શરૂ થયેલા લોકડાઉનના પગલે બંધ થયેલા તમામ હિરાના કારખાનાઓમાંથી ૭૦ ટકા જેટલા કારખાના નવેમ્બર, ડિસેમ્બર સુધીમાં ધમધમતા થઈ જશે. સુરતમાં ૪ લાખ રત્નકલાકારો હિરા ઘસી રોજગારી મેળવી રહ્યાં છે. ડાયમંડ વર્કર યુનિયનમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાવેશભાઈ ટાંકે જણાવ્યું હતું કે, દિવાલી સુધીમાં સુરતનો હિરા ઉદ્યોગ ધમધમતો થઈ જશે. ચીન, રશિયા અને અમેરિકાની બજારમાં સુરતનો હિરા ઉદ્યોગ ફરીથી ચક્કાચૌધ ઉભી કરવા માટે સજ્જ બની ગઈ છે અને દિવાળી સુધીમાં સુરતનો હિરા ઉદ્યોગ ધમધમતો થઈ જશે.