- ઓલપાડ, કુદસડ, કીમ, પલસાણા, અને બારડોલી સહિતનાં વિસ્તારમાં સફેદ માખીનો કહેર
- વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીનાં સર્વે કરવા જયેશ દેલાડ માંગ
Surat: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શેરડીના પાકને ભારે નુકસાન થયું છે. જેમાં શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો છે. ઓલપાડ, કુદસડ, કીમ, પલસાણા અને બારડોલી સહિતનાં વિસ્તારમાં સફેદ માખીનો કહેર છે. ત્યારે શેરડીના ઉભેલા પાકમાંથી મોટા ભાગમાં વ્યાપક પાકને નુકસાન થયું છે. તેમજ તેમાં જતુંનાશક દવાનો છટકાવ કરવાથી આડઅસર ઉભી થતી હોવાથી ખેડુતોની મુશ્કેલી વધી છે. ત્યારે ખેતીના પાકોને થયેલા નુકસાનીનાં સર્વે કરવાની ખેડૂત આગેવાન જયેશ દેલાડએ માંગ કરી છે .
સફેદ માખીથી 3 લાખ એકરના પાકને અસર
આ અંગે વાતચીત કરતા ખેડૂત આગેવાન જયેશ દેલાડે રાજ્યના કૃષિમંત્રીને અપીલ કરતા જણાવ્યું હતું કે ભારે વરસાદને લીધે સુરત, તાપી સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમા ભારે નુકશાન છે. શેરડીના ઉભેલા 3 લાખ એકર પાકમાંથી મોટા ભાગમાં વ્યાપક પાકને નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આડઅસર સર્જાઈ છે. 15,000 એકર શેરડીના પાકમાં સફેદ માખીનો ઉપદ્રવ જોવા મળ્યો છે. હજી તેનો વ્યાપ વધી રહ્યો છે.
સફેદ માખીથી શેરડીના પાક પર અસર
આ ઉપરાંત ખેડૂત આગેવાન જયેશ દેલાડ દ્વારા વરસાદથી ખેતી પાકોને થયેલા નુકસાનીનાં સર્વે કરવા માંગ કરાઈ છે. સહાયમાં જીવાતથી અસરગ્રસ્ત ખેડૂતોનું પણ સમાવેશ કરવા માંગ કરાઈ છે. સફેદ માખીનાં કારણે ખેડુતોને મોટું નુકશાન થતાં તેમની હાલત કફોડી બની છે. સફેદ માખીની જીવાત શેરડી ઉપર જોવા મળતા ખેડુતોમાં ચિંતા ઉભી થઇ છે. ત્યારે હાલમાં શેરડીનો પાક ઉભો હોય અને તેમાં જતુંનાશક દવાનો છટકાવ કરવાથી આડઅસર ઉભી થતી હોવાથી ખેડુતોની મુશ્કેલી વધી છે.
ભાવેશ ઉપાધ્યાય