Surat : માંડવીમાં વધુ એક 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. શાળાએ લઈ જતા રિક્ષા ચાલકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે. આ દરમિયાન સગીરા ગર્ભવતી થતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
મળતી માહિતી મુજબ, સુરતના માંડવીમાં વધુ એક વિધર્મી દ્વારા સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. તેમજ સગીરાને શાળાએ લઈ જતા અરબાઝ પઠાણ નામના વિધર્મી રિક્ષા ચાલકે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાય છે. તેમજ આરોપી રિક્ષાચાલકે સગીરાને ફોસલાવીને પ્રેમ સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાય છે. આ સાથે સગીરા ગર્ભવતી થતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે. તેમજ આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ અનેકવાર દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાય છે. ત્યારે હવે શાળાએ જતી વિદ્યાર્થિનીઓ પણ સુરક્ષિત ન હોવાનું સામે આવ્યુ છે.
માતાપિતા ભરોસો કરે તો કોના પર કરે તે મોટો સવાલ છે. રોજ શાળાએ મુકવા જતા રિક્ષા ચાલકે જ સગીરા પર નજર બગાડી દુષ્કર્મ આચર્યુ છે. ત્યારે સૌથી મોટો સવાલ છે કે દીકરીઓ પર નજર બગાડનારા આવા અસુરોને કાયદાનો કોઈ ડર કેમ રહ્યો નથી? કેમ ગુનો આચરતા પહેલા તેમને સજાનો કોઈ ડર લાગતો નથી.
ત્યારે હાલ સલામત ગુજરાતમાં દીકરીઓ સૌથી વધુ અસુરક્ષિત બની રહી છે.