- પાલિકાની સંકલન બેઠકમાં કતારગામના ધારાસભ્ય
- રેશનલ વિસ્તારમાં ગેરકાયદે ભંગારના ગોડાઉન બંધ કરવા રજૂઆત
- સ્થાનિક લોકોની સલામતીને લઇ કરાઈ રજૂઆત
- સિક્યુરીટી ગાર્ડનો અભાવ અને ફિટનેસ સર્ટીફીકેટ ન હોવાના આક્ષેપો કરાયા
- સિક્યુરીટી ગાર્ડની શારીરિક તપાસ, ફિટનેસ અને હાજરીને લઇ વ્યવસ્થા કરવા રજૂઆત
સૂરતમાં પાલિકાની સંકલન બેઠકમાં કતારગામના ધારાસભ્યબગડ્યા હતા. રહેણાક વિસ્તારમાં ગેરકાયદે ભંગારના ગોડાઉન બંધ કરવા રજૂઆત પુ સવાલ ઉઠાવ્યો હતો. આ ઉપરાંત સ્થાનિક લોકોની સલામતીને લઇને ધારા સભ્યએ રજૂઆત કરી હતી. સિક્યુરીટી ગાર્ડનો અભાવ અને ફિટનેસ સર્ટીફીકેટ ન હોવાના આક્ષેપો કરાયા હતા. તેમજ સિક્યુરીટી ગાર્ડની શારીરિક તપાસ, ફિટનેસ અને હાજરીને લઇ વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી હતી.
અનુસાર માહિતી મુજબ, સુરતમાં પાલિકાની સંકલન બેઠકમાં કતારગામના ધારાસભ્ય બગડ્યા હતા. સંકલન બેઠકમાં ધારાસભ્ય વિનું મોરડીયાએ અધિકારીઓનો ઉઘડો લીધો હતા. કતારગામ વિસ્તારમાં રહેણાક વિસ્તારમાં ગેરકાયદે ભંગારના ગોડાઉન પર સવાલઉઠાવ્યો હતો . આ ઉપરાંત નોટિસ આપ્યા બાદ રહેણાક વિસ્તારમાંથી કારખાના દૂર કરાશે કહેતા ધારાસભ્ય અધિકારીઓ પર ગુસ્સે થયા હોવાના અઘિકારીના આક્ષેપો છે.
રહેણાક મિલકતોમાં ડિમોલેશન કે સીલ વખતે તો કોઈ નોટિસ અપાતી નથી. તેમજ લોકોને ઘરમાંથી સામાન બહાર કરવાની તક પણ અપાતી નથી. આ ઉપરાંત ધારાસભ્યએ અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. તેમજ મોટા ભાગના પોઇન્ટ પર ભૂતિયા સિક્યુરિટી ગાર્ડની હાજરી બતાવી પાલિકાને ચૂનો ચપડાય છે. વોર્ડ ઓફિસ ,ગાર્ડન ,શાંતિ કુંજ, વાંચનાલય સહિતની જગ્યાઓ પર ચોપડે સિક્યુરિટી ગાર્ડ બતાવી ત્યાં કોઈ હોતું જ નથી હેવું જણાવવામાં આવ્યું હતું. સિક્યુરિટી પોઇન્ટ પર બાયોમેટ્રિક સિસ્ટમ શરૂ કરવા રજૂઆત કરવામાં આવી હતી.
અહેવાલ: ભાવેશ ઉપાઘ્યાય