- વેસુ પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની કરી ધરપકડ
- ઘટનામાં ભિક્ષુક ગંગાબેન પાટીલનું મો*ત નીપજ્યું
- આરોપી પ્રકાશ અગ્રવાલ CA હોવાનું આવ્યું સામે
- અકસ્માત સર્જનાર કાર ચાલકની પોલીસે કરી ધરપકડ
- બ્રેકના બદલે એક્સિલેટર દબાઈ જતા સર્જાયો હતો અકસ્માત
આ ઘટના ગુજરાતના સુરતની છે. વરુણામાં આવેલા કાશી વિશ્વનાથ મંદિર પાછળ રહેતી ગંગાબા મંદિરના દરવાજે બેસતી હતી. આ દરમિયાન જે ભિક્ષા મળી જતી તેમાંથી જીવન નિર્વાહ કરતી હતી. ત્યારે એક કાર આવીને તેમને અડફેટમાં લીધા હતા. કારની ટક્કર એટલી જોરદાર હતી કે મંદિરનું ગેટ પણ તૂટી ગયું. આ અકસ્માતમાં ગંગાબાને ગંભીર ઈજાઓ થઈ અને ઘટનાસ્થળે જ તેમનું મૃ-ત્યુ થયું.
સુરતના વેસુ વિસ્તારમાં કાશી વિશ્વનાથ મંદિરની બહાર કારમાં એક વૃદ્ધ મહિલાને એક શખ્સે કચડીને મો*તને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત સમયે મહિલાનું મો*ત નીપજ્યું હતું. ત્યાં હાજર અન્ય લોકોને જાણ થતાં વેસુ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી હતી.
સુરત શહેરના વેસુ પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, કાર ચાલકથી બ્રેકની બદલે એક્સિલિટર દબાઈ જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ભિક્ષુક ગંગાબેન પાટીલનું મોત નીપજ્યું હતું. આ દરમિયાન આરોપી પ્રકાશ અગ્રવાલ CA હોવાનું સામે આવ્યું છે. પોલીસે વિવિધ કલમો હેઠળ આરોપીની ધરપકડ કરી હતી.
સુરત શહેરના વેસુ વિસ્તારમાં મંદિર બહાર એક કાર ચાલકે કચડી મારતા ભિક્ષુક વૃદ્ધાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું,સર્જાયેલી ઘટનામાં પોલીસે કાર ચાલકની ધરપકડ કરી હતી.
સુરત શહેરના વેસુ વિસ્તારમાંથી અકસ્માતની દર્દનાક ઘટના બની હતી, જેમાં મંદિર બહાર ભીખ માંગી ગુજરાન ચલાવતી 80 વર્ષીય ભિક્ષુક મહિલાનું મો*ત નીપજયું હતું. કાર ચાલકે કચડી નાખતા 80 વર્ષીય વૃદ્ધાનું ઘટના સ્થળે જ મો*ત નીપજ્યું હતું. આ સમગ્ર અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા.
કાર ચાલકથી બ્રેકની બદલે એક્સિલિટર દબાઈ જતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ અકસ્માતમાં વૃદ્ધાનું મો*ત થતા વેસુ પોલીસે આ દરમિયાન ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેમાં પોલીસે કાર ચાલક આરોપી પ્રકાશ અગ્રવાલની ધરપકડ કરી હતી અને આરોપી CA હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. આ દરમિયાન હાલ પોલીસે કાર ચાલક વિરુદ્ધ વિવિધ કલમ મુજબ ગુન્હો દાખલ કરીને કાર્યવાહી કરી હતી.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય