સરકારની વિવિધ યોજનાઓ અંગે કરવામાં આવી વિસ્તૃત ચર્ચાઓ.
ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ યાદીમાં જણાવાયું છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા અન્ય રાજયોમાં ભાજપા સરકાર દ્વારા સર્વાગી વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. અને દેશના મહાનગરો મેગાસીટી અને સ્માર્ટસીટી બની રહ્યા છે.
ત્યારે આ હરણફાળ વિકાસની દોટમાં ગુજરાતના મહાનગરોની સાથે નગરપાલિકાઓનો પણ વિકાસ થાય અને અવનવી ટેકનોલોજીથી સજજ બને તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયર મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના નેતૃત્વવાળી ભાજપા સરકાર નિર્ણાયક, સંવેદનશીલ, પારદર્શક અને પ્રગતિશીલના ચાર આધારસ્તંભો પર કાર્યરત છે. ત્યારુ ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ દ્વારા સ્વણીમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મ્યુનિ.
ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજયની ૧૬૨ નગરપાલિકા તથા ૮ મહાનગરપાલિકાઓને રોડ, રસ્તા, લાઇટ, ગટર પાણી ઉપરાંત બગીચાઓના વિકાસ કાર્યોની સાથો સાથ લોકોને સુખાકારી જળવાય તેવા હેતુથી પ્રાથમીક સુવિધાઓની સાથો સાથ માળખાકિય અને આંતર માળખાકિય સુવિધાઓ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે ત્યારે અમદાવાદ અને ગાંધીનગર ખાતે તબકકાવાર સેમીનાર યોજાયા બાદ સુરત અને વડોદરા ખાતે સેમીનાર યોજાયો હતો.
જેમાં પ્રથમ બેઠક સુરત ઝોનની ભરુચ ખાતે યોજાઇ હતી. જેમાં સમાવિષ્ટ ર૦ નગરપાલિકા તથા વડોદરા ઝોનની બેઠક વલ્લભવિઘાનગર ખાતે યોજાઇ હતી. જેમાં સમાવિષ્ટ ર૭ નગરપાલિકાઓ ના પ્રમુખ, ઉપપ્રમુખો કારોબારી ચેરમેન, ચીફ ઓફીસર, એન્જીનીયર, સેનેટરી ઇન્સ્પેકટર સહીતના સાથે બહોળી સંખ્યામાં આ સેમીનારના ઉ૫સ્થિત રહ્યા હતા.
જેનો પ્રારંભ ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ દિપ પ્રાગટય કરીને કરાવ્યો હતો. જેમાં ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી બી.સી. પટ્ટણી, સુરત પ્રાદેશીક કચેરીના કમિશ્નર અમીત અરોરા, તેમજ વડોદરા પ્રાદેશિક કચેરીના કમિશનર અમૃતેજ સહીતના સાથે અધિક કલેકટર તેમજ આઇ.એ.એસ. ઓફીસરો ઉ૫સ્થિત રહી ગ્રાન્ટનો ઉપયોગ થાય.
તે માટે સ્વર્ણીય જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, જનભાગીદારી યોજના આગવી ઓળખના કામો આનુસાંગિક ગ્રાન્ય તેમજ નગરપાલિકાઓમાં ભૂગર્ભ ગટરના કામો અંગે રીવ્યુ બેઠક લીધી હતી અને ભુગર્ભ ગટરના કામો સાથો સાથ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને સ્વચ્છ ભારત મીશન તેમજ કેન્દ્ર સરકારની ગ્રાન્ટમાંથી અમૃત સીટી યોજના અમલમાં આવી છે તે અંગે વિસ્તૃત માહીતી આપી હતી.
અંતમાં ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું કે ઝોનવાર સમીક્ષા બેઠકો યોજી ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ તરફથી નગરપાલિકાઓને ફાળવવામાં આવતી ગ્રાન્ટનો હિસાબ અને વિકાસના કામો અંગે માહીતી મેળવવામાં આવશે.
જેમાં ખાસ કરી મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિ ઉજવણી અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ સ્વચ્છ ભારતનું નિમાણ થાય તે માટે ભૂર્ગભ ગટરની યોજના વેતવંતી બને અને ગટરના પાણીના શુઘ્ધિકરણ માટે સુએઝ ટ્રીટમેન્ટના કામ વેગવંતા થાય તે માટે ખાસ માર્ગદર્શન આપ્યું હતું.