વેસું વિસ્તારની મહિલાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધનાર વડોદરાના વેપારીની ધરપકડ કરવામાં આવી હતી.  ત્યારે કાપડના વેપારીએ 64 લાખ પડાવ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમજ ધંધા માટે ભાગીદારીના નામે પૈસા પડાવ્યા હતા. આ દરમિયાન વડોદરાથી આરોપીની ધરપકડ કરાઈ હતી. આરોપીના રિમાન્ડ મંજુર કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, સુરતના વેસું વિસ્તારની મહિલાને લગ્નની લાલચ આપી વડોદરાના કાપડ વેપારીએ શારીરિક સંબધ બાંધ્યા હતા. તે ઉપરાંત કાપડના વેપારીએ રૂપિયા 64 લાખની રકમ પણ પડાવી લીધી હતી. મહિલા અને કાપડ વેપારી shaadi.com થી એકબીજાને સંપર્કમાં આવ્યા હતા.

POLICE 1

મહિલા જોડે આરોપી વેપારીએ તેના ઘરે અને મુંબઈ ખાતે હોટેલમાં શારીરિક સંબધ બાંધ્યા હતા. જ્યારે મહિલાએ તેને લગ્ન કરવાની વાત કરી ત્યારે તેણે ના પાડી ગાળો આપી હતી. આ દરમિયાન સમગ્ર મામલે મહિલા વેસુ પોલીસ સ્ટેશનમાં આરોપી કાપડ વેપારી સુરેશ મોહનદાસ લેડવાણીની સામે  બળાત્કારનો ગુનો નોંધાવ્યો છે. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.