Surat: અડાજણ ખાતે રૂ.77.08 કરોડના ખર્ચે સુરત મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત ‘પીએમ આવાસ યોજના’ના 744 પૈકી 390 આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ જરૂરિયાતમંદ નાગરિકોને PM આવાસ યોજના અંતર્ગત જ્ઞાતિ-જાતિના ભેદ વિના પારદર્શક રીતે ઘરનું ઘર મળે એ કેન્દ્ર-રાજ્ય સરકારનું ધ્યેય અગાઉ સુરતમાં 28 ટકાથી વધુ સ્લમ (ઝૂંપડપટ્ટી) વિસ્તાર હતો. જે ઘટીને હાલ માત્ર 7.50 ટકા થયો.

02 2

આગામી સમયમાં સુરત શહેર ઝીરો સ્લમ સિટી બનશે:

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ આગામી દિવસોમાં સુરતના પ્રત્યેક જરૂરિયાતમંદ પરિવારોને ‘પીએમ આવાસ યોજના’ થકી પાકું ઘર મળી રહેશે એવો વિશ્વાસ વ્યકત કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સુરતના 390 આવાસોના લાભાર્થીઓને મળ્યું સપનાનું ઘર કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના હસ્તે અડાજણના સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ.77.08 કરોડના ખર્ચે નવનિર્મિત EWS-54 (સુમન આદર્શ) અને EWS-51 (સુમન નુપુર)ના 744 આવાસો પૈકી 390 આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો યોજાયો હતો. આમ, પારદર્શી ડ્રો થકી ૩૯૦ આવાસોના લાભાર્થીઓને ઘરનું ઘર મળ્યું છે.

01 10

પીએમ આવાસોની વિશેષતાઓ:

PMAY-AHP યોજના અંતર્ગત માત્ર 8.50 લાખની નજીવી કિમતે મળવાપાત્ર આ આવાસો આર.સી.સી. ટાઈપના ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર આધારિત તૈયાર થયેલા છે. સાથે જ તેમાં ડ્રેનેજ નેટવર્ક, ગેસ લાઈન, ફાયર ફાઈટીંગ સિસ્ટમ, કંપાઉન્ડ વોલ અને આકર્ષક એન્ટ્રન્સ ગેટ, વોચમેન રૂમ, માર્જીનની જગ્યામાં પેવર બ્લોક, વૃક્ષારોપણ સહિત સી.ઓ.પી.ડેવલપમેન્ટ, LED સ્ટ્રીટલાઈટ, ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટર (OWC), વોટર રિચાર્જીંગ બોર, અંડરગ્રાઉન્ડ તથા ઓવરહેડ પાણીની ટાંકી સહિતની બાહ્ય સુવિધાઓથી સજ્જ છે.

04 5

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.