- યુ.કે. વર્ક પરમિટ વિઝાના નામે ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો
- યુ.વિન કન્સલ્ટન્સીએ યુ.કે.વર્ક પરમિટ વિઝા અપાવવાની લાલચ આપી મોટી રકમ વસૂલી હોવાનું આવ્યું સામે
- પોલીસે આરોપી વિરલ વશીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
સુરત ક્રાઈમ બ્રાંચની ઈકોનોમિક ઓફેન્સ સેલ દ્વારા 42.61 લાખના યુ.કે.વર્ક પરમિટ વિઝા ઠગાઈ કૌભાંડમાં વિરલ કિરણ વશી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અને તેની યુ.વિન કન્સલ્ટન્સીએ યુ.કે.વર્ક પરમિટ વિઝા અપાવવાની લાલચ આપી લોકો પાસેથી મોટી રકમ વસૂલી કરતો હોવાનું સામે આવ્યું હતું. પરંતુ વિઝાની કોઈ પ્રક્રિયા ન કરી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો હતો. જ્યારે ફરિયાદી અને બીજા લોકોએ પૈસા પરત માગ્યા ત્યારે તેમને અવગણવામાં આવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જેને લઇ IPC કલમ-409 અને 120(B) હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આ પ્રકરણમાં સામેલ આરોપી વિરલ કિરણ વશીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અનુસાર માહિતી મુજબ, સુરત ક્રાઈમ બ્રાંચની ઈકોનોમિક ઓફેન્સ સેલ દ્વારા 42.61 લાખના યુ.કે. વર્ક પરમિટ વિઝા ઠગાઈ કૌભાંડમાં સામેલ વિરલ કિરણ વશી નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી અને તેની યુ.વિન કન્સલ્ટન્સીએ યુ.કે. વર્ક પરમિટ વિઝા અપાવવાની લાલચ આપી લોકો પાસેથી મોટી રકમ વસૂલી હતી. પરંતુ, વિઝાની કોઈ પ્રક્રિયા કરી નહોતી. જ્યારે ફરિયાદી અને સાહેદોએ પૈસા પરત માગ્યા ત્યારે તેમને અવગણવામાં આવ્યા, જેના કારણે 31 માર્ચ, 2025ના રોજ IPC કલમ-409 અને 120(B) હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. આજે પ્રકરણમાં સામેલ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આરોપીઓએ સલોની હેમંત વશી પાસેથી 28,51,000, કિશન ઘરસંડીયા પાસેથી 5,50,000 અને પરેશ જાની પાસેથી 8,60,000 મળી કુલ 42,61,000 ચાર્જ વસૂલી લીધા હતા. ફરિયાદ નોંધાયા બાદ સુરત ક્રાઈમ બ્રાંચે ગુપ્ત માહિતીના આધારે આરોપી વિરલ કિરણ વશીને B/303, ઓર્ચિડ ઇન્ફિનિટી, ગૌરવપથ રોડ, પાલ, સુરત ખાતે ઝડપી પાડ્યો હતો.
આ કૌભાંડમાં યુ.વિન કન્સલ્ટન્સીના માલિક પ્રતિક જયેન્દ્રસિંહ પવાર, સંચાલક સાઘના પરમાર, મેનેજર વિરલ કિરણ વશી અને કન્સલ્ટન્ટ સોનિયા રાઠોડ સંડોાયેલા હતા. તેઓએ ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત મૂકીને લોકો સાથે છેતરપિંડી કરી હતી. પીડિતો સાથે વિશ્વાસઘાત કરીને, તેઓએ તેમની ઓફિસ બંધ કરી અને ગાયબ થઈ ગયા હતા. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને વધુ ભોગ બનનાર લોકોની ઓળખ માટે તપાસ ચાલુ છે. વિઝા માટે કોઈપણ એજન્ટને પૈસા ચૂકવતા પહેલા સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે, જેથી આવી છેતરપિંડીથી બચી શકાય છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય