•  માતા સાથે ઝઘડા બાદ મોટાભાઈની હત્યા કરનાર નાનો ભાઈ અને માસીનો દીકરો ઝડપાયા
  • પોલીસે હત્યાના આરોપી કિશોર અને પુષ્પકને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી 

સુરતના ડિંડોલી વિસ્તારમાં હત્યા થયેલો મૃતદેહ મળ્યો હતો. અજાણ્યાના મૃતદેહની તપાસમાં જે હકીકત સામે આવી તે ચોંકાવનારી હતી. કારણ કે, સગા મોટાભાઈની હત્યા તેના જ નાનાભાઈએ કરી હતી. ઝઘડાળું સ્વભાવના મોટાભાઈથી કંટાળી તેની પત્ની પિયર જતી રહી હતી. જ્યારે માતા સાથે ઝઘડો કરતો હતો. જેની જાણ નાનાભાઈને અને માસીના દીકરાને થતાં તેમણે ભેગા મળીને કાસળ કાઢી નાખ્યું હતું.

મૃતકની પત્ની પિયર જતી રહી હતી

અજાણ્યા મૃતદેહની તપાસમાં મૃતક ગોવિંદા ઉર્ફે ગોવિંદ બચ્છાવ હોવાનું તેમના પરિવારે કહ્યું હતું. આ તપાસમાં નાનાભાઈ કિશોર બાપુ દગાની આગવી ઢબે પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં કિશોર ભાંગી પડતાં પોતે હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. સાથે કહ્યું કે, ત્રણ માસ પહેલાં તેના મોટાભાઈના લગ્ન થયાં હતાં. તેઓ સંયુક્ત કુટુંબમાં રહેતા હતાં. પરંતુ ગોવિંદના ઝઘડાળું સ્વભાવથી તેની પત્ની પાંચેક દિવસથી પિયર જતી રહી હતી. 14મી એપ્રિલ માસીનો દીકરો પુષ્પક ઘરે આવ્યો હતો.

સસરા બાદ માતા સાથે ઝઘડો કર્યો

15મી એપ્રિલના રોજ ગોવિંદાના સસરા આવ્યા હતાં. જેની સાથે તેણે ઝઘડો કર્યો હતો. બાદમાં સાંજના સમયે માતા સાથે પણ ગોવિંદાએ બોલાચાલી કરી હતી. આ વાતની જાણ માતાએ ટેલિફોનથી કિશોરને કરી હતી. જેથી કિશોરે ગોવિંદાનું કાસળ કાઢવાનું નક્કી કર્યું હતું. જેના માટે માસીના દીકરા પુષ્પકનો પણ સાથ લીધો હતો. બાદમાં ગોવિંદને બાઈક પર બેસાડી કેનાલ રોડ પર અવાવરૂ જગ્યાએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો હતો. જેથી પોલીસે હત્યાના આરોપી કિશોર અને પુષ્પકને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવેશ ઉપાધ્યાય 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.