• યુવતીએ તાપી નદીમાં ઝંપલાવીને કર્યો હતો આપઘાત
  • યુવતીની હત્યા થઈ હોવાના પરિવારજનોના આક્ષેપો
  • પોલીસે કાના પરમાર સહિત બે લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી

Surat : કાપોદ્રા વિસ્તારમાં યુવતીને આપઘાત કરવા મજબૂર કરનાર બે આરોપીની કાપોદ્રા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાં 9 નવેમ્બરના રોજ યુવતીએ તાપી નદીમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો અને ત્યારબાદ પરિવારના સભ્યોએ યુવતીની હત્યા થઈ હોવા બાબતે આક્ષેપ કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા કાના પરમાર નામનો યુવક યુવતીને પોતાની સાથે સંબંધ રાખવા ધાકધમકી આપી દુષ્કર્મ આચારતો હોવાનું સામે આવ્યું હતું. હાલ પોલીસે કાના પરમાર સહિત બે લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અનુસાર માહિતી મુજબ, સુરતના કાપોદ્રામાં યુવતીના ઘરેથી નીકળી ગયા બાદ તાપી નદીમાંથી લાશ મળવાનો મામલો સામે આવ્યો છે. યુવતીની લાશ લઈ પરિવારજનો કાપોદ્રા પોલીસ મથકે પહોંચ્યા હતા. 9 સપ્ટેમ્બર ના રોજ પણ યુવતીને ડરાવી ધમકાવી મોડી રાત્રે તેના ઘરની બહાર મળવા બોલાવી હતી. અને  કાપોદ્રા પોલીસે યુવતીના આપઘાતની દુસ્પ્રેરના ગુનો દાખલ કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા કાના પરમાર નામનો યુવક યુવતીને પોતાની સાથે સંબંધ રાખવા ધાકધમકી આપી દુષ્કર્મ આચારતો હોવાનું સામે આવ્યું હતું. કાના પરમાર સિવાય તેનો મિત્ર રોહિત ધુમાડિયા દ્વારા પણ યુવતીનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. કાના પરમારથી કંટાળેલી યુવતીએ તાપી નદીમાં મોતની છલાંગ આપઘાત મારી કર્યો હતો.

અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.