સુરત: કતારગામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રોજ 9 સપ્ટેમ્બર 2024 ના રોજ એક યુવકે પોતાના ઘરે પંખા સાથે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ ઘટનાને લઈને કતારગામ પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ ગુનાની તપાસ કરતા સામે આવ્યું હતું કે, મૃતક યુવકના મોબાઇલમાં કેટલાક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યા હતા અને જેમાં whatsappની એક પ્રોફાઇલમાં મહિલાનો ફોટો મૂક્યો હતો અને મહિલાનું નામ પરી હોવાનું. પોલીસને જાણવા મળ્યું હતું. ત્યારબાદ whatsapp તેમજ અન્ય એપ્લિકેશન અને માધ્યમથી આ યુવકના બીભસ્ત વિડિયો કેપ્ચર કરી વિડીયો વાયરલ કરવાની ધમકી આપી કેટલાક ઈસમો યુવકને બ્લેકમેલ કરી પૈસા પડાવતા હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. ત્યારે આ સમગ્ર મામલે યુવક સાયબર ક્રાઇમ નો ભોગ બન્યો હોવાથી પોલીસ દ્વારા 10 સપ્ટેમ્બર 2024 ના રોજ આ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

કતારગામ પોલીસ દ્વારા સમગ્ર મામલે ટેકનીકલ બાબતોની તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે જે નંબર પર કે જે આઈડી પરથી યુવક વાત કરતો હતો તે આઇડી રાજસ્થાનના અલવર જિલ્લાના આજુબાજુના ગામડામાંથી ઓપરેટ થતું હોવાનું સામે આવ્યું હતું. તેથી આ બાબતે કતારગામ પોલીસની એક ટીમ રાજસ્થાન તપાસ કરવા માટે પહોંચી હતી.

કતારગામ પોલીસની ટીમ દ્વારા અલગ-અલગ વેસ ધારણ કરી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. સૌપ્રથમ પોલીસ દ્વારા આરોપીના ઘરની આસપાસ રેકી કરવામાં આવી હતી. જો કે આરોપી જે જગ્યા પર રહેતો હતો તે સેન્સિટી વિસ્તાર હતો અને આ વિસ્તારમાંથી અલગ અલગ સાયબર ક્રાઇમની પ્રવૃત્તિ થતું હોવાનું પણ સામે આવ્યું હતું. તેથી પોલીસ દ્વારા આ બાબતે રાજસ્થાન પોલીસની મદદ લેવામાં આવી હતી અને તપાસમાં ગયેલી પોલીસ દ્વારા બે ટુ-વ્હીલરની મદદથી અલગ અલગ સમયે જે અલગ અલગ લોકેશનો મેળવતા હતા. ઉપરાંત તે લોકેશનના આધારે ગામની ભૌગોલિક સ્થિતિ જાણવા માટે ગામના લોકો જ પહેરવેશ જે પહેરતા હતા. પોલીસ પહેરવેશ ધારણ કરી 11 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી પ્રતિદિન 100થી 150 કિલોમીટર આજુબાજુના ગામડામાં ફરવા પોલીસ મજબૂર બની હતી. પોલીસની આ મહેનત રંગ લાવી અને પોલીસે આરોપીનું લોકેશન મેળવી લઈ આરોપીના સરનામા પર જઈને સ્થાનિક પોલીસની મદદથી બે આરોપીને પકડી પાડ્યા હતા.

આ બંને આરોપીમાંથી એક સગીર છે અને બીજો આરોપી બરકત ખાન 38 વર્ષનો છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી વ્યક્તિઓનો સંપર્ક નંબર ની માહિતી મેળવવામાં આવતી હતી. ત્યારબાદ આ વ્યક્તિઓના મહિલાના નામથી વાત કરી વિડીયોકોલ કરાવવામાં આવતો હતો. સામેવાળી વ્યક્તિ વિડીયો કોલ રીસીવ કરે ત્યારે અન્ય ફોનમાં ન્યુડ મહિલાના વિડીયો કેમેરા પાસે રાખી બતાવવામાં આવતા હતા અને ત્યારબાદ તેનો સ્ક્રીન રેકોર્ડિંગ કરવામાં આવતું હતું અને આ સ્ક્રીન રેકોર્ડિંગ કરી જે તે વ્યક્તિને આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી અને ત્યારબાદ વિડીયો વાયરલ ન કરવા પૈસા પડાવવામાં આવતા હતા.

ભાવેશ ઉપાધ્યાય

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.