સુરત, ભાવેશ ઉપાધ્યાય
સુરતની મધ્યમથી પસાર થતી ખાડીને લઈ વારંવાર વિરોધ થઈ રહ્યા છે.ખાડીના કારણે આસપાસના વિસ્તાર માં ગંદકી નું સામ્રાજ્ય જોવા મળે છે. સફાઈને લઈ અનેક વખત મનપામાં રજુઆત કરાઈ છે. છતાં કામ ઠેરનું ઠેર જ જોવા મળી રહ્યું છે.તેવામાં સુરતના પુણા ખાતે આવેલી ઈશ્વર નગર સોસાયટીમાંથી પસાર થતી ખાડીને લઈ આજ રોજ સ્થાનિકો રોડ પર ઉતરી આવ્યા હતા.
મચ્છરોના ત્રાસથી સ્થાનિકો ખૂબ હેરાન પરેશાન થઈ ગયા છે. સાથે જ મચ્છરોના કારણે સ્થાનિકો વારંવાર બીમાર પડી રહ્યા છે..સુરત મહાનગર પાલિકાના અધિકારીઓને વારંવાર રજુઆત કરવામાં આવી છે છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી.
સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે મનપામાં રજુઆત કરી ત્યારે અધિકારીઓ દ્વારા મચ્છરદાની ઓઢવાનો આગ્રહ કરાયો હતો. જેના પગલે ઈશ્વર નગરના સ્થાનિક મહિલાઓ અને પુરૂષો દ્વારા મચ્છરદાની ઓઢી રામધૂન યોજી વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરી રહેલા તમામ સ્થાનિકો હાથમાં પ્લે કાર્ડ રાખી મનપા સામે રોષ ઠાલવ્યો હતો