- જાન લઇને નીકળેલા જાનૈયાઓએ ફટાકડા ફોડીને જાતે કચરો વાળ્યો
- સુરત સ્વચ્છતામાં દેશમાં પ્રથમ ક્રમાંકે આવ્યું હતું
સુરત ન્યૂઝ :સુરત સ્વચ્છતામાં દેશમાં પ્રથમ ક્રમાંકે આવ્યું છે, જેને લઈને આક્રમક જળવાઈ રહે તે માટે સુરતના રસ્તા પર નીકળતા વરઘોડામાં જાનૈયાઓ ફટાકડા ફોડે દંડ કરવામાં આવતો હોય છે ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં નીકળેલા જાન લઇને નીકળેલા જાનૈયાઓએ ફટાકડા ફોડીને જાતે કચરોવાળી લોકોને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.
સુરત શહેર સ્વચ્છતાને લઈને દેશમાં પ્રથમ ક્રમાંતે આવવા માટે ઘણી મહેનત કરી હતી અને આ વર્ષે જ્યારે પ્રથમ ક્રમાંક આવ્યો છે ત્યારે આક્રમ જળવાઈ રહે તેવી માટે મહાનગરપાલિકા સતત સ્વચ્છતાનું ધ્યાન રાખી રહી છે. ખાસ કરીને સુરતના રસ્તા ઉપર ચાલુ ગાડીએ પિચકારીઓ મારતા હોય અને લગ્ન પ્રસંગમાં ફટાકડા ફોડી ફટાકડાનો કચરો કરતા હોય તેવા લોકો સામે લાલ આંખ કરી દંડની કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે સુરતને સ્વચ્છ રાખવું એ માત્ર મહાનગરપાલિકાની નહીં પણ લોકોની પણ જવાબદારી છે.