Surat : ડ્રગ્સનો વધુ એક કેસ વેસુંની હોટેલમાંથી નોંધાયો છે. હોટલમાંથી 3 ડ્રગ્સ પેડલરોને ઝડપી પાડયા હતાં. ત્યારે DCP વિજયસિંહ ગુર્જરની LCBના આસિ સબ ઈન્સપેક્ટર રોહિત બ્રહ્મભટ્ટને મેળેલી બાતમીના આધારે હોટેલમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં શૈલેંદ્રકુમાર રામધન શર્મા, મોહમદ ચાંદ મોહમ્મદ આબીદ શેખ અને મોહમ્મદ જુનેદ નામના આરોપી ઝડપાયા હતા. અને તેઓ પાસેથી 9500 કિંમતનું 95 મિલીગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા યુવાધનને ડ્રગ્સથી લતમાંથી છોડાવવા તથા આ ચુંગાલમાં ફસાતા રોકવા કરવામાં આવી રહેલી મહેનત પર સેક્સ માફિયાઓ પાણી ફેરવી રહ્યા છે. ત્યારે શહેરની હોટેલ ચલાવનારાઓ હવે શોખીનોને ડ્રગ્સ પીરસી નશેડી બનાવવા માંડયા છે.
આ મામલે વધુ એક કેસ વેસુંની હોટેલ સુપિરીયરમાંથી નોંધાયો છે. ત્યારે અહીં DCP વિજયસિંહ ગુર્જરની ટીમે દરોડો પાડી 3 ડ્રગ્સ પેડલરોને ઝડપી પાડયા હતાં, જ્યારે આઉટ કોલ માટે રખાયેલા 3 લલનાઓ પણ હોટેલમાંથી મળી આવી હતી.
સુરત શહેર તથા આસપાસના વિસ્તારમાં હાલ ડ્રગ્સ અને સેક્સ રેકેટ કનેક્ટ કરી દેવાયું છે. યુવાઓને હવે લલનાઓના સુખ સાથે ડ્રગ્સ પણ પીરસવામાં આવી રહ્યું છે. તેમજ હાઈફન, હાઈપ્લેઝર, લોંગ ઈનિંગ જેવી વાર્તાથી શોખીનોને ઉત્તેજિત કરી દેશી વિદેશી લલનાઓ મારફત ડ્રગ્સની ખપત કરાવાઈ રહી છે. ત્યારે કંઇક આવું જ રેકેટ વેસુમાં VIP રોડ ઉપર આકાશ રીટેલ કોમ્પલેક્ષના પાંચમા માળે ચાલતી હોટેલ સુપિરીયરમાંથી ઝડપાયું છે.
DCP વિજયસિંહ ગુર્જરની LCBના આસિ સબ ઈન્સપેક્ટર રોહિત બ્રહ્મભટ્ટને મેળેલી બાતમીના આધારે હોટેલ સુપિરીયરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં શૈલેંદ્રકુમાર રામધન શર્મા, મોહમદ ચાંદ મોહમ્મદ આબીદ શેખ અને મોહમ્મદ જુનેદ ઉર્ફે સાહીલ અલ્તાફ હુશેન કડીયા મળી આવ્યા હતાં. તેઓ પાસેથી 9500 કિંમતનું 95 મિલીગ્રામ MD ડ્રગ્સ પણ મળ્યું હતું.
ભાવેશ ઉપાધ્યાય