હીરાની વાત આવે એટલે સૌ પ્રથમ આપણને સુરત યાદ આવે કારણ કે સુરત એટલે હીરાની મુરત. સુરતના હીરા ઈન્ટરનેશનલ લેવલે આયાત-નિકાસ કરવામાં આવે છે. દિવાળી બાદ ખૂલેલા હીરાના કારખાનાના વેકેશન બાદ હીરા ઉદ્યોગમાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું. ત્યારે હવે હીરા ઉદ્યોગમાં તેજી જોવા મળી રહી છે. હાલ ડીટીસી સાઈટ દ્વારા રફ હીરાના ભાવ બહાર જાહેર કરવામાં આવ્યા હતાં. જાહેર કરાયેલા ભાવમાં હલકી સાઈઝના રફ હીરાના ભાવમાં 5થી 8 ટકાનો વધારો થયો હતો. જ્યારે પ્રિમિયમ રફના ભાવમાં યથાવત રહ્યા હતાં.
યુક્રેન અને રશિયાના યુદ્ધની અસર પણ સુરતના હીરા માર્કેટ પર પડી હતી. કારણ કે, ભારતમાં આયાત થતી કુલ રફમાંથી 30 ટકા રફ રશિયાથી આયાત થાય છે. યુદ્ધને કારણે અમેરિકાએ રશિયાની રફમાંથી તૈયાર થયેલા હીરા પર બેન મુકી દીધો હતો. જેના કારણે હીરા માર્કેટમાં શોર્ટ સપ્લાય થઈ હતી.
ત્યારે હવે હીરા માર્કેટમાં ફરી તેજી જોવા મળી રહી છે.દરમિયાન સોમવારના રોજ ડીટીસી સાઈટ દ્વારા રફ હીરાના ભાવ જાહેર કરવામાં આવ્યા હતાં. હલકી સાઈઝની રફમાંથી તૈયાર થયેલા હીરાની માંગ વધતા તેના ભાવાં 5થી 8 ટકાનો વધારો થયો હતો.
જ્યારે પ્રિમિયમ રફના ભાવ યથાવત રહ્યા હતાં.નાની જ્વેલરી સહિતમાં ઉપયોગમાં આવતી હલકી સાઈઝની રફના ભાવમાં વધારો થયો છે. માંગમાં વધારો થવાને કારણે હલકી સાઈઝની રફના ભાવમાં વધારો થયો છે. જ્યારે પ્રિમિયમ રફના ભાવ યથાવત રહ્યા છે.