- બોગસ તબીબો સામે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની લાલ આંખ
- બોગસ તબીબોનો પાંડેસરા પોલીસે કાઢયો વરઘોડો
- મુખ્ય આરોપી રસેશ ગુજરાતી, બી.કે.રાવત અને ઈરફાનનો વરઘોડો
- લોકોમાં આરોગ્ય અને જીવ સાથે ચેડાં કરતા બોગસ તબીબોને ભણાવ્યો કાયદાનો પાઠ
- પોલીસે 14 બોગસ તબીબોની કરી હતી ધરપકડ
Surat : “વરઘોડો તો નીકળશે જ “રાજ્ય ગૃહમંત્રીના નિવેદનની અસર થાય છે. આ દરમિયાન બોગસ તબીબો સામે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની લાલ આંખ થઈ હતી. તેમજ રાજ્ય ગૃહમંત્રીના નિવેદન બાદ પાંડેસરા પોલીસની બોગસ તબીબો સામે કડક કાર્યવાહી કરી હતી અને આ સાથે જ બોગસ તબીબોનો પોલીસે વરઘોડો કાઢયો હતો. તેમજ લોકોમાં આરોગ્ય અને જીવ સાથે ચેડાં કરતા બોગસ તબીબોને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
અનુસાર માહિતી મુજબ, પાંડેસરા વિસ્તારમાં બોગસ તબીબોનો જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. તેમજ અલગ અલગ વિસ્તારમાં આરોપીઓનો વરઘોડો ફેરવવામાં આવ્યો હતો. આ ઉપરાંત મુખ્ય આરોપી રસેશ ગુજરાતી, બી.કે.રાવત અને ઈરફાનનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. તેમજ અન્ય ક્લિનિક લઈ જઈ આરોપીઓને સાથે રાખી પૂછપરછ કરવામાં આવી હતી.
સુરતમાં આરોપીઓના વરઘોડાની મૌસમ જોવા મળી હતી. તેમજ શહેરના અલગ અલગ પોલીસ મથક દ્વારા આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમને પણ સાથે રાખી અન્ય ક્લિનિક પર તપાસ હાથ ઘરવામાં આવી છે. આ દરમિયાન સુરત પોલીસે મુખ્ય ભેજાબાજ સહિત 14 બોગસ તબીબો ની ધરપકડ કરી હતી.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય