- 3 રીઢા આરોપી ઝડપાયા
- હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં હથિયારના ઘા ઝીંકી કરી હતી હત્યા
Surat: વરાછા વિસ્તારમાં હીરા બાગ નજીક રામનગર સોસાયટીમાંથી પસાર થતાં રસ્તા પર હત્યા થઈ હતી. પંદરમી ઓગસ્ટની રાત્રીએ હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં ઝઘડો થયા બાદ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. જયનીશ ચૌહાણની હત્યા કરીને આરોપીઓ નાસી ગયા હતા. જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને ભાવનગર ખાતેથી ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી સૌરાષ્ટ્ર નાસી ગયેલા
પંદરમી ઓગસ્ટની રાત્રે રામનગરના રોટ પર બે મોટર સાયકલ જતી હતી. જે પૈકી એક એક્ટિવા આખા રોડમાં આમ તેમ સર્પાકાર ચાલતી હતી. જેથી સાઈડ લેવા માટે હોર્ન વગાડવા જેવી સામાન્ય બાબતમાં બન્ને મોટરસાયકલ ઉપર સવાર ત્રણેય ઈસમોએ સાથે મળી અપશબ્દો બોલ્યા બાદ જયનીશ ચૌહાણને ગળાના ભાગે ઈજા પહોંચાડી હત્યા કરી હતી. ત્યારબાદ આ રીઢા આરોપી સૌરાષ્ટ્ર તરફ નાસી ગયા હતા. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક ટીમને ત્યાં મોકલી હતી
આ ત્રણ આરોપી ઝડપાયા
પોલીસ ભાવનગર નારી ચોકડી ખાતેથી વિમલ ધનજી કલસરીયા, ઉત્તમ કાનજી તળાવિયા અને ડેનિસ ઉર્ફે જાડીયો રમેશ સુરતની નેઝડપી લીધા હતા. ત્રણેય આરોપીઓ સામે સાત સાત જેટલા ગુનાઓ નોંધાયેલા છે.