સુરત જિલ્લામાં વાઇરલ થયેલા આ વીડિયોએ ફરી એકવાર પોલીસના હોંશ ઉડાવી દીધા છે. પોતાના જ લગ્નમાં વરરાજાએ ખુલ્લેઆમ ફાયરિંગ કરી લગ્નમાં અશાંતી ફેલાય તેવો માહોલ ઉભો કર્યો હતો. લગ્નનો વરઘોડો કોનો હતો તેને લઈને ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ વરઘોડામાં કેબિનેટ મંત્રી સહિતના મહાનુભાવો હાજર હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે. એટલુંજ નહીં પણ વરરાજાના માતા-પિતાએ પણ રિવોલ્વર હાથમાં પકડીને વીડિયો ગ્રાફી કરાવવતા અનેક પ્રશ્નો ઉભા થયા છે.
હથિયાર કાઢીને ગોળીઓ છોડવાની ઘટનાઓના કારણે ગૃહવિભાગે હવે એક પરીપત્ર જીલ્લા પોલીસ વડાને તથા પોલીસ કમિશનરને પાઠવીને લગ્નપ્રસંગ કે કોઇપણ જાહેર કાર્યક્રમમાં ફાયરીંગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. આ પ્રતિબંધનું ઉલ્લંઘન કરનાર પરવાનેદારોને લાયસન્સ રદ કરી દેવામાં આવશે.