સુરત સમાચાર
સુરતમા ધમકી આપી ખંડણી માંગનારા પાંચ પૈકી ત્રણ કથિત પત્રકારની ઉતરાણ પોલીસે ધરપકડ કરી છે. સુરતના મોટા વરાછા વિસ્તા૨માં રહેતા વેપારીએ મકાન બનાવ્યું છે..જોકે તેનું મકાન સરકારી અને ગૌચરની જમીનમાં બનાવ્યું છે તેવું કહી ડિમોલીશન કરાવી તોડાવી પાડવાની ધમકી આપી કથિત પત્રકારોએ રૂપીયા ૩.૫૧ લાખની ખંડણીની માંગ કરી હતી. જેથી વેપારીએ પાંચ સામે ફરિયાદ નોધાવી હતી ..મોટા વરાછા ના આવેલ વોરાજી ફળિયાના સોના ઍપાર્ટમેન્ટની બાજુમાં રહેતા અને વેપાર સાથે સંકળાયેલા પરસોત્તમ જાદવભાઈ મોરડીયાએ ધવલ સોલંકી, પરવેઝ ખાન, નિકુંજ બકરીવાલા, દિલીપ ઉર્ફે દિલીપ શંકર પટેલ અને અન્ય એક સામે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
જે મામલે પોલીસે ત્રણ આરોપી ઝડપી પાડયા છે.જ્યારે બે આરોપી ની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આરોપીઓએ તેમને તમારુ મકાન સરકારી જમીન બનાવ્યું છે. તે અંગે લોકો ન્યુઝમાં સમાચાર ચલાવી તોડાવી પાડવાની ધમકી આપી રૂપિયા ૧૦ લાખની માંગણી કરી હતી.જાકે છેવટે રૂપિયા ૩.૧૫ લાખની માંગણી કરી હતી . પરસોત્તમભાઈએ ટોળકીને પૈસા નહી આપી આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ટોળકી સામે ગુનો દાખલ કરીને ત્રણ ની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે .
ભાવેશ ઉપાધ્યાય