- પોલીસે સમગ્ર મામલે ગુન્હો દાખલ કરી આરોપી ઝમીલની ધરપકડ કરી
- બાળકી સાથે નીચે પડી ગયા બાદ નરાધમે બાળકી જોડે કર્યા હતા શારીરિક અડપલા
- પોલીસ ટીમોએ તપાસ કરી આરોપી સામે બળાત્કાર અને અપહરણનો ગુનો કર્યો દાખલ
Surat news : સુરતમાં અઠવા વિસ્તારમાં 4 વર્ષની બાળકીના અપહરણના પ્રયાસનો કરનાર આરોપી ઝમીલની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં બાળકી સાથે નીચે પડી ગયા બાદ નરાધમે બાળકી જોડે શારીરિક અડપલા કર્યા હોવાનું પણ સામે આવ્યું હતું. આ સાથે પોલીસ દ્વારા 6 ટીમ બનાવી 100થી વધુ cctv ફૂટેજની તપાસ કરી ખ્વાજા દાના દરગાહ નજીકથી આરોપીની ધરપકડ કરી હતી. આ ઉપરાંત આરોપીએ બાળકીના ગુપ્ત ભાગે અડપલા કર્યા હોવાના તેમજ બળજબરીથી કપડા કાઢતો હોવાનું પણ cctvમાં સામે આવ્યું હતું. જેથી આરોપી સામે પોલીસે બળાત્કાર અને અપહરણનો ગુનો પણ દાખલ કર્યો હતો. તેમજ આરોપીની ધરપકડ માટે પોલીસે છ જેટલી ટીમો કામે લગાવી હતી. જેમાં અઠવા પોલીસને મોડી રાત્રે મળી સફળતા.
આ ઘટનામાં બન્યું એવું હતું કે મધરાત્રે માસુમ બાળકી માતા જોડે સૂતી હતી. જે સમય દરમ્યાન તેણીના પડખામાંથી ઉઠાવી અપહરણ કરી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ જે વેળાએ ભાગવા જ્યાં બાળકીને લઈ ઢળી પડ્યો હતો. તે બાળકીના રડવાનો અવાજ સાંભળી લોકો દોડી આવતા નરાધમ ફરાર થઈ ગયો હતો. તે દરમિયાન પોલીસે પરિવારની ફરિયાદની રાહ જોયા વિના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી પરિવારનો સંપર્ક કર્યો હતો. જેમાં ખૂબ જ મોટો ઘટસ્ફોટ થયો.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય