- પરિવહન મંત્રી હર્ષ સંઘવી અને જળ શક્તિ મંત્રી સી આર પાટીલ સમક્ષ માંગ
- પોતાના વતને જવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં હોવાથી હેરાન
સુરત એક મીની ભારત તરીકે ઓળખાય છે. વિવિધ શહેરો અને રાજ્યોથી સુરત ખાતે લોકો રોજગારી માટે આવે છે અને વર્ષો વર્ષ સુધી સુરતમાં તેઓ પોતાનો વેપાર, ધંધો, મજૂરી કરવા માટે વસવાટ પણ કરે છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે. જેઓ સુરત વેપાર માટે આવ્યા છે પરંતુ અહીંથી ફરી પોતાના વતને જવાની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં હોવાને કારણે તેઓ ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે.એવા કેટલાક રાજસ્થાનના કાપડ વેપારીઓ દ્વારા પરિવહન મંત્રી હર્ષ સંઘવી અને જળ શક્તિ મંત્રી સી આર પાટીલ સમક્ષ આ દિવાળી એ પોતાના વતને જવા માટેની સરકારી બસની વ્યવસ્થાની માંગ કરી છે.
ત્યારે આ અંગે વાતચીત કરતા રાજસ્થાનના કેટલાક કાપડ વેપારીઓએ પોતાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બસોના બમણાં ભાડા ચૂકવવા પડી રહયા છે. ત્યારે સરકારી બસની વ્યવસ્થા નહીં હોવાને કારણે વતને જવા માટે ભાર તકલીફનો સામનો કરવો પડે છે.આ અંગે રાજસ્થાનના કાપડ વેપારી નિલેશ જિગ્રોહી એ જણાવ્યું હતું કે રાજસ્થાનનો એક આદિવાસી પ્રદેશ છે. ગોગુંદા વિધાનસભા જ્યાં આવેલું છે સાયરા ગામ, સાયરા થી 20 થી 30 વર્ષમાં 50 થી 60 હજાર જેટલા પ્રવાસીઓ સુરત ખાતે રોજગારી માટે આવ્યા છે જે કટીંગ પેકિંગ, કાપડ વેપાર જેવા અલગ અલગ કામોને લઈને સુરત ખાતે તેઓ રોજગારી મેળવી રહ્યા છે પરંતુ અહીં આવ્યા પછી હવે આવા જવાની કોઈ સરકારી વ્યવસ્થા નહીં હોવાને કારણે પ્રવાસીઓ ભારે હેરાન થઈ રહ્યા છે. આ સાથે વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે તેમના દ્વારા પરિવહન મંત્રી હર્ષ સંઘવીથી ખાસ રજૂઆત કરી હતી કે સુરતથી ગોગુંદા વિધાનસભા જાવાની બે સરકારી બસોની વ્યવસ્થા કરી આપે જેનાથી આ દિવાળી તેઓ પોતાના વતન એ જઈ પરિવાર સાથે ઉજવી શકે વધુમાં કાપડ વેપારીઓએ કહ્યું હતું કે આ પહેલા પણ તેઓ દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ ને પણ બસ અંગે ની રજૂઆત કરી છે સાથે જ રાજસ્થાનની સરકારને પણ રજૂઆત કરી છે.