Surat : ઓલપાડ ખાતે ઉભા ડાંગરનો પાક કાપી ચોરી થયો હતો. તેમજ ખેતરની વચ્ચેના ભાગેથી ડાંગરને કાપી ચોરી કરી હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. ડાંગરના પાક ચોરી થતા ખેડૂતને નુકશાન થતા ખેડૂત દ્વારા પોલીસ મથકે અરજી કરાઈ હતી.
મળતી માહિતી મુજબ, સુરતમાં ઓલપાડમાંથી ઉભા ડાંગરનો પાક કાપી ચોરી થયો હતો. આ ખેતર ઓલપાડ કરંજ રોડ પર આવેલું છે. આ ખેતરમાં હાથીસા ગામના ખેડૂતે ડાંગરના પાક વાવણી કરી છે. ખેતરની વચ્ચેના ભાગે કોઈ અજાણ્યા ચોર ઈસમ ડાંગરનો ઉભો પાક કાપી ચોરી કરી ફરાર થાય હતા. ત્યારે ખેડૂત દ્વારા ડાંગરના પાકના ચોરી મામલે પોલીસ મથકે અરજી કરાઈ હતી. આ ડાંગરના પાકની ચોરી થતા ખેડૂતને નુકશાન થયું છે. ખેડૂતને નુકશાન થતા ખેડૂત દ્વારા પોલીસ મથકે અરજી કરાઈ હતી.
ભાવેશ ઉપાધ્યાય