સુરત સમાચાર
સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે . વેડ ગામ કોળી ફળિયામાં ચાલતા જુગાર ધામ પર દરોડા પાડવામાં આવ્યા છે . 24 જુગારીઓને સ્ટેટ મોનિટરિંગ સેલે પકડી પાડ્યા છે . 1,23,180 રૂપિયા રોકડા, 24 મોબાઈલ અને 11 બાઈક સાથે 3,99,000નો મુદ્દામાલ જપ્ત કરાયો છે . જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી અને જગ્યા ભાડે આપનાર બેને વોન્ટેડ જાહેર કરાયા છે .