- સોફટવેર એન્જિનિયરે ફૂલોની ખેતી શરુ કરી
- સોફટવેર એન્જિનિયર યુવાને જમીન સાથે જોડાયેલા રહેવા કર્યું કામ
- અન્ય યુવાનો માટે પ્રેરણા રૂપ
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બરબોધન ગામના રહેવાસી ૩૫ વર્ષીય યુવાન સતિષ પટેલ સોફટવેર એન્જિનિયર છે. આ સાથે તેણે ખેતી કરવાની શરૂઆત કરી છે. સતિષ પટેલ ખેડૂત, સોફટવેર એન્જિનિયર અને વેપારીનો ત્રિવેણી સંગમ છે. આ યુવા ખેડૂત અન્ય યુવાનો માટે પ્રેરક ઉદાહરણ પૂરૂ પાડી રહ્યા છે. આ સોફટવેર એન્જિનિયર યુવાને વ્યવસાયની સાથે ખેતી અપનાવી યુવાનોને જમીન સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપી છે. તેમણે સોફ્ટવેર અને ડિજીટલ ટેકનોલોજીના ક્ષેત્રમાં બિઝનેસની અસીમિત તકો હોવા છતાં વ્યવસાયની સાથોસાથ ખેતીને પણ જીવનનો ભાગ બનાવ્યો છે.
સોફટવેર એન્જિનિયરે ખેતી શરુ કરી
સોફટવેર એન્જિનિયર યુવાને જમીન સાથે જોડાયેલા રહેવા કર્યું આવું કામ
આધુનિક યુગમાં જયારે યુવાનો ખેતી છોડીને શહેરો તરફ દોટ મૂકી રહ્યા છે, ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બરબોધન ગામના સોફટવેર એન્જિનિયરે ફુલોની ખેતી કરવાની શરૂઆત કરી છે. ફુલોની ખેતી કરી યુવાન વર્ષે દહાડે લાખોની કમાણી કરી રહ્યા છે.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બરબોધન ગામના રહેવાસી ૩૫ વર્ષીય યુવાન સતિષ ઠાકોરભાઈ પટેલ સોફટવેર એન્જિનિયર છે. આ સાથે તેને ખેતી કરવાની શરૂઆત કરી છે. સતિષ ઠાકોરભાઈ પટેલ ખેડૂત, સોફટવેર એન્જિનિયર અને વેપારીનો ત્રિવેણી સંગમ છે. આ યુવા ખેડૂત અન્ય યુવાનો માટે પ્રેરક ઉદાહરણ પૂરૂ પાડી રહ્યા છે. ફૂલોની ખેતી કરતા સતિષ પટેલે જણાવ્યું હતું કે , મને નાનપણથી જ ખેતી સાથે અત્યંત લગાવ હતો. હું ભણીગણીને સોફટવેર એન્જિનિયર બન્યો. હાલ સુરત શહેરમાં બે ઓફિસ સાથે સોફ્ટવેર ડેવલપમેન્ટનું કાર્ય સંભાળી રહ્યો છું. પણ કોરોનાના સમયગાળા બાદ સોફટવેરના વ્યવસાયની સાથે પૈતૃક જમીનમાં કંઈક નવું કરવાની તમન્ના જાગી. જેથી ગલગોટાના ફુલોની ખેતી કરવાની શરૂઆત કરી હતી. ઓગષ્ટ-૨૦૨૪માં ત્રણ એકરમાં પીળા અને નારંગી રંગના ગલગોટાનું વાવેતર કર્યું. નાસિકથી એક છોડ ૪ રૂપિયાના ભાવે લાવી ૩૨૦૦૦ છોડનું વાવેતર કર્યું હતું. જેમાં શરૂઆતમાં છોડને પાણી આપવા માટે ડ્રીપ ઈરીગેશન અને ભેજ જળવાઈ રહે તે માટે મલ્ચીંગ પધ્ધતિ અપનાવી, જેમાં સરકાર દ્વારા મલ્ચીંગમાં રૂા.૨૬,૦૦૦ તથા મેરીગોલ્ડમાં રૂા.૪૨૫૦૦ જેટલી સબસિડી પણ મળી છે.
સતીસ પટેલે વધુમાં જણાવ્યું હતું કે , ગલગોટાની ખેતીનો સમયગાળો ૯૦ દિવસનો હોય છે. ૬૦ દિવસ બાદ ઉત્પાદન શરૂ થાય છે. પણ હાલ મારા ખેતરમાં ૧૦૫ દિવસ બાદ પણ ફુલોનું ઉત્પાદન લઈ રહ્યો છું. દરરોજ ૨૫૦ કિલોનું ઉત્પાદન મળી રહ્યું છે. . પણ સરેરાશ ભાવ એક કિલોદીઠ રૂા.૫૦નો ભાવ મળ્યો હોવાનું તેઓ જણાવે છે. એક છોડ પર એક કિલોનું ઉત્પાદન મળતા કુલ ૧૫ લાખના ગલગોટાનું ઉત્પાદન મળ્યું છે, જેમાં ૪૦ ટકા ખર્ચ બાદ કરતા રૂા.૮ લાખનો ચોખ્ખો નફો થાય છે. સુરત શહેરના અશ્વીનીકુમાર ખાતે ફૂલોની માર્કેટમાં વહેલી સવારે જઈને સતીસ જાતે જ વેચાણ કરે છે. ગલગોટાના ફુલોમાં રોગ જીવાતની વિષે તેઓ જણાવે છે કે, આ છોડમાં ફંગસ તથા ઈયળનું પ્રમાણ વધારે રહે છે. ફુલોના છોડમાં વ્યવસ્થિત ફલાવરીંગ તથા બગાડ ન થાય તે માટે સ્ટેકીંગનો સપોર્ટ મહત્વનો છે.
આ સોફટવેર એન્જિનિયર યુવાને વ્યવસાયની સાથે ખેતી અપનાવી યુવાનોને જમીન સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપી છે. તેમણે સોફ્ટવેર અને ડિજીટલ ટેકનોલોજીના ક્ષેત્રમાં બિઝનેસની અસીમિત તકો હોવા છતાં વ્યવસાયની સાથોસાથ ખેતીને પણ જીવનનો ભાગ બનાવ્યો છે.
અબડાસા તાલુકાના બીટીયારી ખાતે કુળદેવી શ્રી પૂર્ણા માતાજી ભદ્રા પરિવાર આયોજિત ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું.
આ ધાર્મિક ત્રિદિવસીય મહોત્સવ ને આનંદ ઉત્સાહથી ઉજવવા તથા માણવા સર્વે ભાવિક ભક્તો સહ પરિવાર સાથે આ મહોત્સવમાં જોડાયા હતાં.
જેમાં આજે પ્રથમ દિવસે સવાર ના દેહ શુદ્રી, ગણેશ પૂજન અને મંડપ પ્રવેશ તેમજ બપોરે મહા પ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ બપોર બાદ કુંડ પૂજા, ગ્રહહોમ, સ્થાપિત દેવ આવાહન અને સંધ્યા આરતી મહા પ્રસાદ તેમજ રાત્રે ભવ્ય મહારાસ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકાર શ્રી વિશાલ ગઢવી તેમજ પૂનમ ગઢવી એ મોજ મણાવી હતી.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય