- રાંદેર વિસ્તારમાં અશાંતધારો લાગુ થયાની ઘટના
- મકાન વેચનાર અને મકાન ખરીદનાર સામે કાર્યવાહી કરવાની માંગ
સુરત ન્યૂઝ : રાંદેર વિસ્તારમાં અશાંતધારો લાગુ થયેલો છે. તેમ છતાં રાંદેર વિસ્તારમાં આવેલી કિર્તીનગર સોસાયટીમાં મકાન મુસ્લીમ વ્યક્તિને વેચવામાં આવ્યું છે. જેને લઈને સ્થાનિકો દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મકાન વેચનાર અને મકાન ખરીદનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
આવેદનપત્રમાં કહેવામાં આવ્યું કે, કિર્તીનગર સોસાયટીના 80 નંબરના બંગ્લોને મુસ્લિમના નામે તબદીલ કરવામાં આવ્યું છે. જેથી ગુ.અશાંતધારા અધિનિયમ 1191ના કલમ 5-3 ની જોગવાઈનો સરેઆમ ભંગ થયો છે. પુરાવા મેળવાયા વગર તબદીલ અરજ મંજૂર કરેલી છે. જેથી તપાસ કરી કાયદેસરના પગલા લેવામાં આવે તેવી માંગ કરાઈ છે.
જોસુઆ માર્ટિન નામના સ્થાનિકે કહ્યું કે, છેલ્લા પાંચેક વર્ષ જેટલા સમયથી આ વિસ્તારમાં અશાંતધારો અમલમાં છે. તેમ છતાં અહિંનો બંગ્લા નંબર 80 મુસ્લિમ સમાજના લોકોને વેચી દેવામાં આવ્યો છે. જેથી અહિં ચાલતી પ્રવૃતિઓને લઈને પોલીસમાં અરજી કરવામાં આવી છે. સાથે જ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
ભાવેશ ઉપાધ્યાય