- ઉધનામાં શહેર ભાજપ દ્વારા સંગઠન પર્વની રચના કરવા સેન્સ પ્રક્રિયા શરુ
- પ્રથમ વખત વોર્ડ પ્રમુખની નિમણૂક માટે શરૂ કરાઈ સેન્સ પ્રક્રિયા
- લાગવકના સિલેક્શનથી નહીં પરંતુ કામગીરીના દાવેદારીથી થશે વોર્ડ પ્રમુખની નિમણૂક
- મહાનગરના 30 વોર્ડ માટેના પ્રમુખના નિમણૂક માટે લેવાયા સેન્સ
- બે દિવસ ચાલશે સેન્સ પ્રક્રિયા
સુરતના ઉધનામાં શહેર ભાજપ દ્વારા સંગઠન પર્વની રચના કરવા સેન્સ પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. આ દરમિયાન પ્રથમ વખત વોર્ડ પ્રમુખની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે. તેમજ વોર્ડ પ્રમુખની નિમણૂક લાગવકના સિલેક્શનથી નહીં પરંતુ કામગીરીના દાવેદારીથી થશે. મહાનગરના 30 વોર્ડ માટેના પ્રમુખના બે દિવસ નિમણૂક માટે લેવાયા સેન્સ પ્રક્રિયા ચાલશે.
અનુસાર માહિતી મુજબ, શહેર ભાજપ દ્વારા સંગઠન પર્વની રચના કરવા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે પ્રથમ વખત વોર્ડ પ્રમુખની નિમણૂક માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ છે. હવે વોર્ડ પ્રમુખની નિમણૂક લાગવકના સિલેક્શનથી નહીં પરંતુ કામગીરીના દાવેદારીથી થશે. તેમજ શહેર ભાજપના નવા વોર્ડ પ્રમુખની સંરચના કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. શહેરના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે મહાનગરના 30 વોર્ડ માટેના પ્રમુખના નિમણૂક માટે સેન્સ લેવાયા હતા. વોર્ડ પ્રમુખ બનવા માટે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.
આ ઉપરાંત ચૂંટણી અધિકારી રાકેશ શાહ સહિત મહાનગરનગરના 4 નિરીક્ષકોની ટીમ દ્વારા કાર્યકરોને સાંભળવાની શરૂઆત કરવામાં આવી છે. બે દિવસ સેન્સ પ્રક્રિયા ચાલશે. આગામી સમયમાં કોર્પોરેશનના ઇલેક્શનને લઈ ભાજપની તૈયારી ચાલી રહી છે. તેમજ 40 થી 45 વર્ષ ધરવાતા કાર્યકર્તાઓ દાવેદારી કરી શકે છે. સંગઠન પર્વના ભાગરૂપે મહાનગરોમાં નવા વોર્ડ પ્રમુખની સંરચના કરવા પ્રક્રિયા હાથ ધરાઈ છે. તેમજ નિરીક્ષકોની ટીમ દ્વારા શહેર ભાજપ સંગઠનમાં હોદ્દા ઇચ્છતા ઉમેદવારોને સાંભળવામાં આવી રહ્યા છે. તેમજ અમદાવાદથી ભાજપના ચૂંટણી અધિકારી રાકેશ શાહની અધ્યક્ષતામાં પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય