- અનામતના અધિકારો પર તરાપ લગાવાના આક્ષેપ સાથે ધરણા
- અચોક્કસ મુદ્દત સુધી આંદોલન શરૂ રાખવાની ચીમકી ઉચ્ચારી
- SC, ST, OBC સમાજના વિદ્યાર્થીઓના લાભ માટે આંદોલન
- અનામત અમારો સંવિધાનિક અધિકાર છે
- છેલ્લા ઘણા વર્ષોથી લડત અવિરત
સુરત : ગુજરાત રાજયમાં વર્ષોથી વસતા પરપ્રાંતીય SC, ST, OBC સમાજના વિદ્યાર્થીઓને જાતી પ્રમાણ પત્ર, શિક્ષણ તથા સરકારી નોકરીમાં ભારતીય બંધારણે બક્ષેલા અનામતના મૌલીક અધિકારો પર તરાપ લગાવાના આક્ષેપો સાથે આંદોલન કરવામા આવ્યું છે. બેનરો દ્વારા અચોક્કસ મુદ્દતના ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ગાંધીજીની જન્મ જયંતિથી આંદોલનના શરુ કરવામાં આવ્યું છે. જે અચોક્કસ મુદ્દત સુધી શરૂ રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ સુરત જીલ્લા અને સમગ્ર ગુજરાત રાજયમાં વર્ષોથી વસતા સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ માઈનોરીટી સમાજે કહ્યું કે,અમે છેલ્લા 40 – 45 વર્ષોથી સુરતમાં કુટુંબ કબીલા સાથે રહીમજુરી નોકરી ધંધો વેપાર કરી પોતાના પરિવારનું જીવન ગુજરાણ ચલાવીએ છીએ. ગુજરાતને જ પોતાની કર્મ અને જન્મ ભુમી બનાવેલ છે. હાલ બીજી ત્રીજી તથા પીઢી ચાલી રહી છે.ત્યારે બંધારણીય હકકો અધિકારોથી વંચીત રાખવાનો પ્રયાસ થયો છે. કારણ હમારા બાળકોને જાતી પ્રમાણપત્ર નહી મળતા હોવાના લીધે, શિક્ષણ તથા નોકરીમાં મળતા અનામતના લાભોથી અમો લોકો વંચીત રહેતા આવીએ છીએ તેવા આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા.
આ સાથે તોઓએ રાજય સરકાર સામે મંગની કરતા જણાવ્યું હતું કે, જાતી પ્રમાણ પત્ર શિક્ષણ તથા સરકારી નોકરીમાં અનામતના લાભો આપવાનું ઠરાવેલ છે. આ શરત/ માપદંડ/ ધોરણના કારણે SC/ST/OBC સમાજના લોકોને ગુજરાત રાજયનું જાતી પ્રમાણ પત્ર મેળવવામા અને અનામતના સંવિધાનીક અને મૌલીક અધિકારોનો લાભ મેળવવા પારાવાર મુશ્કેલીઓ પડે છે. જેથી ભારતીય બંધારણે આપેલા અનામતના લાભોથી વંચીત રહી જાય છે. માટે આ શરતના માપદંડની તારીખોનો ફેરફાર કરવા માંગણી કરીએ છીએ અમો SC/ST/OBC અને માઈનોરીટી સમાજના લોકો પરપ્રાંતીય નથી પરંતુ ગુજરાત રાજયના કાયમી રહેવાસી છીએ. અમારી પાસે ગુજરાત રાજયનું ડોમીસાઈલ પ્રમાણ પત્ર, રેશન કાર્ડ, ચુટણી કાર્ડ, આધાર કાર્ડ વગેરે જેવા દસ્તાવેજી પુરાવાઓ છે. જેના આધારે લાભ મળે જો એમ નહીં થાય તો આંદોલન અનિશ્ચિત સમય સુધી ચાલુ રાખવામાં આવ્યાં છે.