- સચિન GIDC વિસ્તારમાં ડમ્પર ચાલકે 12 વર્ષીય તરુણને લીધો અડફેટે
- ડમ્પરની અડફેટે 12 વર્ષીય આશિષ નિષાદનું મોત
- CCTVના આધારે પોલીસ તપાસનો ધમધમાટ શરુ
સુરત શહેરમાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ડમ્પર ચાલકો શહેરમાં બેફામ બન્યા હોય તેવા એક પછી એક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે સચિન GIDC વિસ્તારમાં એક ડમ્પર ચાલકે ડમ્પર રિવર્સ લેતા સમયે એક બાર વર્ષના બાળકને ડમ્પર નીચે કચેડ્યો હતો. અને આ ઘટનામાં બાળકનું ઘટના સ્થળ પર જ મો*ત નીપજ્યું હતું. બીજી તરફ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ CCTVના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
સુરત શહેરના સચિન GIDC વિસ્તારમાં ડમ્પરચાલકે ડમ્પર રિવર્સ લેતી વખતે 12 વર્ષના બાળકને અડફેટે લેતા ગંભીર ઈજાના કારણે તેનું કમકમાટીભર્યું મો*ત નીપજ્યું છે. વ્હાલસોયા દીકરાના મો*તના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ ઉત્તર પ્રદેશના ફતેપુરના વતની કેશવકુમાર ચંદ્રપાલ નિશાદ હાલમાં સુરતના સચિન GIDCના ગીતાનગરમાં પત્ની અને 3 સંતાનો સહિતના પરિવાર સાથે રહે છે. કેશવકુમાર ઘરની નજીક ચા-નાસ્તાની દુકાન ચલાવી પરિવારનું ભરણપોષણ કરે છે. જેમના બે પુત્રો પૈકી 12 વર્ષના આકાશ ઈંગ્લિશ મીડિયમમાં ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતો હતો.
ગઈકાલે આશિષ પિતાની દુકાન પર આવ્યા બાદ ઘર તરફ ચાલીને જઈ રહ્યો હતો. આ સમયે સચિન GIDC રોડ નંબર 6 પર બિન સ્ટીલ એન્જિનિયરિંગ વર્ક્સ કંપનીની સામે ડમ્પરના ડ્રાઈવરે બેદરકારીપૂર્વક રિવર્સ લેતા પાછળથી પસાર થઈ રહેલા આશિષને અડફેટમાં લીધો હતો. જેથી નીચે પડેલા આશિષના મોંઢા પરથી ડમ્પરનું તોતિંગ ટાયર ફરી વળતાં માથું કચડાય ગયું હતુ.
આ અકસ્માતમાં ગંભીર ઈજાથી આશિષનું ઘટના સ્થળે જ દર્દનાક મો*ત નિપજ્યું હતુ. હાલ તો સચિન GIDC પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય