મનપસંદ વાહન રજીસ્ટ્રેશન નંબર મેળવવા માટે યોજાયું ઇ ઓક્શન
એક વાહન ચાલકે RZ 0001 નંબર મેળવવા માટે 11,95,000 રૂપિયાની કરી બોલી
RTO દ્વારા યોજાયું RZ કાર સિરીઝનું ઇ ઓક્શન
સુરત શહેરના લોકો મોજીલા લોકો કહેવાય છે અને સુરતીઓને જે કોઈ પણ વસ્તુ ગમે તે મેળવવા પાછળ તેમને લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડે તો પણ તેઓ પીછે હટ કરતા નથી. આવું જ કંઈક જોવા મળ્યું છે મનપસંદ વાહન રજીસ્ટ્રેશન નંબર મેળવવા આરટીઓ દ્વારા યોજવામાં આવેલા RZ કારની સિરીઝના ઇ ઓક્શન યોજાયું હતું. ઇ ઓક્શનમાં એક વાહન ચાલકે RZ 0001 નંબર મેળવવા માટે 11,95,000 રૂપિયાની બોલીને આ નંબર મેળવ્યો હતો અને જેની ચર્ચા સમગ્ર સુરતમાં થઈ રહી છે. આટલું જ નહીં આ ઓક્શનના કારણે સુરતીઓ પોતાના મનપસંદ નંબર મેળવવા માટે આ પ્રકારે લાખો રૂપિયાની બોલીને રાજ્ય સરકારની તિજોરી ભરી રહ્યા છે.
સુરતના લોકો મોજીલા લોકો કહેવાય છે અને સુરતીઓને જે કોઈ પણ વસ્તુ ગમે તે મેળવવા પાછળ તેમને લાખો રૂપિયાનો ખર્ચો કરવો પડે તો પણ તેઓ પીછે હટ કરતા નથી. આવું જ કંઈક જોવા મળ્યું છે મનપસંદના વાહન રજીસ્ટ્રેશન નંબર મેળવવાના ઇ ઓક્શનમાં. ઇ ઓક્શન એક વાહન ચાલકે RZ 0001 નંબર મેળવવા માટે 11,95,000 રૂપિયાની બોલીને આ નંબર મેળવ્યો હતો અને જેની ચર્ચા સમગ્ર સુરતમાં થઈ રહી છે. આટલું જ નહીં આ ઓક્શનના કારણે સુરતીઓ પોતાના મનપસંદ નંબર મેળવવા માટે આ પ્રકારે લાખો રૂપિયાની બોલીને રાજ્ય સરકારની તિજોરી ભરી રહ્યા છે.
સુરત RTO દ્વારા મોટર કારના RZ સિરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબરોનું ઓપ્શન યોજવામાં આવ્યું હતું. 12 થી 15 ઓક્ટોબર સુધી વાહન ચાલકો દ્વારા ઓક્શનમાં ભાગ લેવા માટે પોતાના મનપસંદ નંબર માટે અરજી કરી હતી. જેમાં RZ સિરીઝમાં 001 નંબર મેળવવા માટે સુરતના એક વાહન માલિકે 11,95,000 રૂપિયાની બોલી બોલીને આ નંબર મેળવ્યો હતો. આ ઉપરાંત RZ 1111 નંબર માટે 2,22,000, RZ 3535 નંબર માટે 98,000, RZ 1010 નંબર માટે 71,000, RZ 4000 નંબર માટે 62,000, RZ 0023 નંબર માટે 51,000, RZ0007 નંબર માટે 50,000, RZ0055 નંબર માટે 42000 RZ 0026 નંબર માટે 41000 ઉપરાંત RZ0005, RZ0009, RZ0111 નંબર માટે 40,000 રૂપિયાની બોલી બોલાઈ હતી.