સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળ્યો છે. બેડની અછત સર્જાતા દર્દીઓને જમીન ઉપર પથારીમાં સુવડાવી સારવાર આપવા તંત્ર મજબૂર બન્યું છે. ઉલ્લેખનીય છે કે ચોમાસા બાદ શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. જેને કારણે હોસ્પિટલમાં બેડની અછત સર્જાઈ છે. જેથી દર્દીઓને નીચે પથારીમાં સુવડાવી સારવાર આપવાનો વારો આવ્યો છે. જેને કારણે દર્દીઓને હાલાકી પડી રહી છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સુરતમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગનો પગ પસેરો કર્યો છે. ત્યારે નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. જેને કારણે હોસ્પિટલમાં બેડની અછત સર્જાઈ છે. જેથી દર્દીઓને નીચે પથારીમાં સુવડાવી સારવાર આપવાનો વારો આવ્યો છે. જેને કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. દર્દીઓમાં તાવના વધુ કેસ સામે આવી રહ્યા છે.
ત્યારે આ અંગે સિવિલમાંથી મળતી માહિતી મુજબ, સિવિલ હોસ્પિટલમાં દર મહિને 60 હજારથી વધુ ઓપીડીના કેસો સામે આવી રહ્યા છે. ક્યારે મેડિકલ વિભાગમાં 500 થી 600 ઓપીડી નોંધાતી હતી તે હાલ 750 થી 800 સુધી પહોંચી ગઈ છે. આ ઓપીડીમાંથી 100થી વધુ લોકોને દાખલ કરવાની ફરજ પડી રહી છે. જ્યારે બાળકોને પણ 150 થી 200 જેટલી ઓપીડી હોય છે જેમાંથી 50 બાળકોને દાખલ કરવાની પણ ફરજ પડે છે.
આ સાથે છેલ્લા એક મહિનાથી સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. જેને પહોંચી વળવા માટે સિવિલ નું તંત્ર પ્રયાસ કરી રહ્યું છે. આ પહેલા પણ જ્યારે દર્દીઓનો ઘસારો વધ્યો ત્યારે કિડની બિલ્ડીંગના પાંચમા માળે આવેલા વોર્ડની બહાર પેસેજમાં બેડ મૂકીને દર્દીઓની સારવાર કરવાની ફરજ પડી હતી. ત્યારે હવે આઠમા માળે આવેલા વોર્ડની અંદર નીચે પથારીમાં સુવડાવી દર્દીઓની સારવાર કરવાની ફરજ પડી રહે છે.
ભાવેશ ઉપાધ્યાય