- નિયમ ભંગ બદલ રીક્ષા ચાલકોને મેમો આપવામાં આવશે
- આગામી દિવસોમાં સઘન કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરાશે
- લગભગ 19,903 જેવી રિક્ષાઓના ફિટનેસ સર્ટીફીકેટ એક્સપાયર થયા હોવાનું જણાવાયું
- ગંભીર પ્રકારના ગુનાઓમાં રીક્ષા ડીટેઇન કરવામાં આવશે
સુરતમાં આરટીઓ દ્વારા રીક્ષા ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી છે. ઓવરલોડ પેસેન્જર, આડેધડ પાર્કિંગ, ખૂટતા ડોક્યુમેન્ટ અને ફિટનેસ સર્ટીફીકેટના હોય તેવા રીક્ષાચાલકો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી શરુ કરી છે. આરટીઓ અધિકારીએ જણાવ્યું હતું કે લગભગ 19,903 જેવી રિક્ષાઓના ફિટનેસ સર્ટીફીકેટ એક્સપાયર થયેલા હતા અને એમાંથી 12,000 જેવી રીક્ષાઓના ફીટનેસ થયેલા છે. અત્યાર સુધીમાં 45 થી વધુ રીક્ષાઓનું ડિટેકશન થયું છે. અને આગામી દિવસોમાં પણ સઘન કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવશે. તેમજ જે તે નિયમ ભંગ બદલ મેમો આપવામાં આવશે અને ગંભીર પ્રકારના ગુનાઓમાં રીક્ષા ડીટેઇન પણ કરવામાં આવે છે.
આ અંગે વિગતે વાત કરવામાં આવે તો, સુરતમાં RTO દ્વારા રીક્ષા ચાલકો સામે લાલ આંખ કરવામાં આવી છે. ઓવરલોડ પેસેન્જર, આડેધડ પાર્કિંગ, ખૂટતા ડોક્યુમેન્ટ અને ફિટનેસ સર્ટીફીકેટ ના હોય તેવા રીક્ષાચાલકો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી શરુ કરી છે.
આ અંગે આરટીઓ અધિકારી એચ.એમ.પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે , અત્યાર સુધી ફીટનેશ કામગીરી આરટીઓમાં થતી હતી પરંતુ હવે એ પ્રાઇવેટ ફિટનેસ સેન્ટર છે જે સરકાર માન્ય છે એમાં થઈ રહ્યું છે. જે ફિટનેસ વગરની રીક્ષાઓ ફરી રહી છે એની સામે સઘન કાર્યવાહી અમારી કક્ષાએથી ચાલુ છે. અને એમાં ડિટેઇન કર્યાની પણ કાર્યવાહી ચાલુ છે.
પાંચ વર્ષના આંકડામાં તેમને જણાવ્યું હતું કે , લગભગ 19,903 જેવી રિક્ષાઓનો ફિટનેસ એક્સપાયર થયેલા હતા અને એમાંથી 12000 જેવી રીક્ષાઓના ફીટનેસ થયેલા હતા. અત્યાર સુધીમાં 45 થી વધુ રીક્ષાઓનું ડિટેકશન થયું છે અને આગામી દિવસોમાં પણ સઘન કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવશે.
વધુમાં જ્યારે રીક્ષાઓની તપાસણી કરવામાં આવશે ત્યારે કોઈ ડોક્યુમેન્ટ ખૂટતા હશે , ફીટ નેસ એક્સપાયર થઈ હોય , ઇન્સ્યોરન્સ એક્સપાયર થયું હોય વગેરે કોઈ કેસોમાં રીક્ષા ચાલકોએ જે તે નિયમ ભંગ બદલ મેમો પણ આપવામાં આવે છે. ગંભીર પ્રકારના ગુનાઓમાં રીક્ષા ડીટેઇન પણ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે , ફિટનેસ વગરની રીક્ષાઓ ખૂબ જ ગંભીર બાબત છે. જેને ધ્યાને લઈને જ કચેરી દ્વારા ખૂબ જ ગંભીર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.