- કન્યાસી ગામમાં થયેલ હ-ત્યાનો ભેદ ઉકેલાયો
- મોબાઈલ લુંટવાના ઈરાદે કરાઈ હ-ત્યા
- ગ્રામ્ય LCB તેમજ સ્થાનિક પોલીસે કરી કાર્યવાહી
દિવસે દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધતું જાય છે. લોકોને અન્યના જીવની કોઈ કદર ન હોય તે રીતે અંગત સ્વાર્થ માટે અન્યના જીવને જોખમે મૂકી દેતા હોય છે. આવી જ એક ઘટના સુરતના કન્યાસી ગામમાં બની હોવાનું સામે આવ્યું છે. જેમાં સામાન્ય મોબાઈલની લુંટ કરવા જેવી બાબતમાં સુરતના કન્યાસી ગામમાં યુવકની હત્યા કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ગત 25 તારીખના રોજ લૂંટ વિથ હત્યાનો ગુનો બન્યો હતો. જેમાં મોબાઈલની લૂંટ માટે આરોપી એક યુવકને ચપ્પુ મારી ભાગી છૂટ્યા હતો. જેમાં યુવાકનું મોત નીપજતા લુંટનો બનાવ હત્યામાં પલટાયો હતો. જે અંગે ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ આરંભી હતી. તપાસ કરતા હત્યારાઓ અગાઉના ગુનામાં પકડાયા હોવાથી જેલમાં હોવાનું સામે આવ્યું હતું. જેલમાંથી જામન પર મુક્ત થતા એલ.સી.બી પોલીસે હત્યારાઓને ઝડપી પાડ્યા હતા.
સુરતના કન્યાસી ગામમાં થયેલ લુંટ અને હત્યાનો ભેદ ઉકેલાયો છે. મળતી માહિતી મુજબ ગત 25 તારીખના રોજ લૂંટ વિથ હત્યાનો ગુનો બન્યો હતો. જેમાં મોબાઈલની લૂંટ માટે આરોપી એક યુવકને ચપ્પુ મારી ભાગી છૂટ્યા હતો. જેમાં યુવાકનું મોત નીપજતા લુંટનો બનાવ હત્યામાં પલટાયો હતો. જે અંગે ફરિયાદ નોંધાવાતા પોલીસે તપાસ આરંભી હતી. તપાસ કરતા હત્યારાઓ અગાઉના ગુનામાં પકડાયા હોવાથી જેલમાં હોવાનું સામે આવ્યું હતું. જેલમાંથી જામન પર મુક્ત થતા એલ.સી.બી પોલીસે હત્યારાઓને ઝડપી પાડ્યા હતા.
સમગ્ર મામલે પોલીસ તપાસનો ધમધમાટ શરુ હતો. જે બાદ હત્યારાની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના અંગે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય