- બેંકમાંથી રૂપિયા ઉપાડીને જતા યુવકને છરીને અણીએ ઇસમોએ લૂટ્યો
- તિક્ષણ હથિયારના ઘા ઝીંકી રૂપિયા આંચકી લેવાયા
- ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો
સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. ધોળા દિવસે જ લૂંટની ઘટના બની છે. પુણા વિસ્તારમાં લૂંટની ઘટના બની છે. લેસ પટ્ટીની દુકાનમાં કામ કરતો યુવક બેંકમાંથી રૂપિયા ઉપાડીને જતો હતો. તે દરમ્યાન બે ઈસમો દ્વારા હુમલો કરીને અંદાજીત સાડા ત્રણ લાખની લૂંટ કરવામાં આવી છે. જ્યારે ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરતમાં ધોળે દિવસે લૂંટ, બેંકમાંથી રૂપિયા ઉપાડીને જતા યુવકને તિક્ષણ હથિયારના ઘા ઝીંકી રૂપિયા આંચકી લેવાયા હતા.
સુરતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. ધોળા દિવસે જ લૂંટની ઘટના બની છે. પુણા વિસ્તારમાં લૂંટની ઘટના બની છે. લેસ પટ્ટીની દુકાનમાં કામ કરતો યુવક બેંકમાંથી રૂપિયા ઉપાડીને જતો હતો. તે દરમ્યાન બે ઈસમોએ હુમલો કરીને અંદાજીત સાડા ત્રણ લાખની લૂંટ કરવામાં આવી છે. જ્યારે ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
હુમલો કરી લૂંટી લેવાયો
પુણા વિસ્તારમાં લૂંટની ઘટનાથી ચકચાર મચી જવા પામી હતી. લેસની દુકાનમાં કામ કરતો ધ્રુવીન વસાણી નામનો યુવક બેંકમાંથી રૂપિયા ઉપાડીને ગોડાઉન જતો હતો ત્યારે બે ઈસમોએ તેના પર હુમલો કર્યો હતો. તેની પાસે રહેલા બેંકમાંથી ઉપાડેલી અંદાજીત સાડા ત્રણ લાખની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.
ઉચ્ચ અધિકારીઓએ આદરી તપાસ
હુમલામાં યુવક ઇજાગ્રસ્ત થયો હતો જેથી તેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. લૂંટના બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા. હાલ તો આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય