- ફિનલેન્ડથી 12 કરોડનું આધુનિક હાઈડ્રોલીક લેડર ખરીદ્યું
- 2 મિનીટમાં 70 મીટરની ઉંચાઈએ પહોચશે
Surat : રશિયા-યુક્રેન યુદ્ધના લીધે અટવાયેલું ટર્ન ટેબલ લેડર મશીન અઢી વર્ષે સુરત પહોંચ્યું છે. આ મશીનનો ઊંચી ઇમારત પર આગ લાગે ત્યારે આગ ઓલવવા સૌથી મહત્વપૂર્ણ રોલ રહેશે. તેમજ આ મશીન દ્વારા 16 માળ ઉપર હાઇટ્રોલીક લેડર અને ટર્ન ટેબલ લેંડર લઇ જવાશે. ફિનલેન્ડથી ઈમ્પોર્ટ કરીને 70 મીટરનું હાઈડ્રોલિક પ્લેટફોર્મ ફાયર ડિપાર્ટમેન્ટના બેડામાં શામેલ કરવામાં આવ્યું છે. જે લોકોના જીવ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. જેને કોમ્પ્યુટર દ્વારા ઓપરેટ કરવામાં આવશે. હાલ પાલિકા પાસે બે 55 મીટર અને એક 46 મીટરનું ટર્ન ટેબલ લેડર મશીન છે. જેના દ્વારા 5 લોકોના એક સાથે રેસ્ક્યુ કરી શકાશે.
અનુસાર માહિતી મુજબ, મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડનાં સાધનોમાં વધુ એક આધુનિક હાઈડ્રોલિક લેડરનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરના વધતા વિકાસ અને ઊંચી બિલ્ડિંગોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા દ્વારા ફાયર ડિપાર્ટમેન્ટ માટે આધુનિક અને ઊંચી રેન્જ ધરાવતાં મશીનો ખરીદવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે. તેમજ ફિનલેન્ડથી આયાત કરાયેલ 70 મીટર ઊંચાઈની કેપેસિટી ધરાવતું હાઈડ્રોલિક પ્લેટફોર્મ ફાયરબ્રિગેડના બેડામાં સામેલ કરવામાં આવ્યું છે.
અંદાજિત 12 કરોડના ખર્ચે વસાવવામાં આવેલું આ આધુનિક લેડર ઓટોમેટિક છે અને સેન્સરથી સજ્જ છે. આ ઉપરાંત સુરતમાં 16માં માળ સુધી ફસાયેલા લોકો સુધી આ મશીન 2 મિનિટમાં જ પહોંચી જતું હોવાનો દાવો કરાયો છે.
ફિનલૅન્ડથી લાવવામાં આવ્યાં 2 નવાં મશીન ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે આ મશીન ફિનલૅન્ડથી આયાત કરવામાં આવ્યું છે. તેમજ તેની ખાસિયત છે કે 16 માળ સુધી ફસાયેલા લોકોને ઝડપી અને સલામત રીતે નીચે લાવી શકાય છે. 2 ટર્ન ટેબલ લેડર મશીનો લાવવામાં આવ્યાં છે, જે પૂર્ણ રીતે ઓટોમેટિક છે.
16 માળ સુધી આગ પર કાબૂ મેળવવા ટર્ન ટેબલ લેડર મશીન ફ્રિનલેન્ડથી લાવવામાં આવેલ ટર્ન ટેબલ લેડર મશીન દ્વારા હવે ફાયરબ્રિગેડ 16 માળ સુધીની ઊંચાઈ સુધી પહોંચી શકશે. તેમજ આ મશીનની મદદથી ઊંચી બિલ્ડિંગોમાં આગ લાગે ત્યારે તાત્કાલિક અસરથી કાબૂ મેળવવામાં સહાયક થશે. તેમજ મશીન માટે ફાયર જવાનોને વિશેષ તાલીમ આપવામાં આવી છે. સુરતના ઝડપી વિકાસને ધ્યાનમાં રાખીને, આ મશીન ફાયર વિભાગ માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે.